Aapnu Gujarat
ગુજરાત

આરોગ્ય વિભાગની વ્યાપક રેડ : દૂધનાં સેમ્પલો લેવાયા

મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારના દિવસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૧૪ જગ્યા પર બ્રાન્ડેડ તથા ખુલા દુધના નમૂના લઇને ઉંડી તપાસ હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો. આમા સાયકલ પર દૂધનું વેચાણ કરતા લોકો ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. દૂધમાં ભેળસેળની તપાસ અમદાવાદથી લઇને રાજકોટ, વડોદરા અને જામનગરમાં કરવામાં આવી હતી. આજે પણ તપાસનો દોર જારી રહ્યો હતો. રાજ્ય સરકારે દૂધમાં થતી ભેળસેળ સામે લાલ આંખ કરી છે, તેના પગલે આરોગ્ય વિભાગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સધન કામગીરી હાથ ધરાઈ છે જેમાં દૂધના નમૂના લેવાથી લઈને દરોડા પાડવા, વિશેષ તપાસ કરવી જેવા કડક પગલાં ભરાયા છે.
રાજ્યના કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૫ એપ્રિલ, ૨૦૧૮ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાથી દૂધ અન્વયેની સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી દૂધનું વેચાણ કરતાં ફેરીયા, ખાનગી ડેરીઓ, તબેલા, સહકારી ડેરી વગેરે તમામ સ્થળોથી દૂધના પેક/લુઝ કુલ ૨૨૦ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે તમામ નમૂનાઓ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં દૂધમાં ભેળસેળ અંગેની તપાસ દરમિયાન કોઈપણ જગ્યાએથી યુરીયા, ડીટર્જન્ટ, કોસ્ટીક સોડા, શેમ્પુ જેવા વાંધાજનક રસાયણો મળી આવ્યા નથી. ચકાસણી માટે મોકલી આપેલ દૂધના નમૂનાઓના લેબોરેટરીના પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી કસુરવારો સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ નીચે આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ કમિશનરએ જણાવ્યું છે.

Related posts

વર્લ્ડ રેકોર્ડ પબ્લિશિંગ કંપનીના પ્રમુખે મુખ્યમંત્રીને સન્માનિત કર્યા

editor

બિલ્ડર નઝીર વોરા ફાયરીંગ કેસમાં પાનેરીની અટકાયત

aapnugujarat

જમીન એનએ કરવા કામગીરી ઓનલાઇન કરવાની શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1