Aapnu Gujarat
શિક્ષણ

શિક્ષણની સાથે ઇતર પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી વિકાસ કરાશે : સચિવ અશ્વિની કુમાર

માહિતી અને પ્રસારણ સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ અત્યંત મહત્વની છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતા ગુણોત્સવ કાર્યક્રમના પરિણામે વિદ્યાર્થીઓના શિક્ષણ અને ઘડતરમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામે ગુણોત્સવ કાર્યક્રમના આઠમા ચરણનો શુભારંભ કરાવતા સચિવએ કહ્યું હતું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરુ પાડવા માટે શરૂ કરાયેલા આ ગુણોત્સવ કાર્યક્રમને રાજ્યમા પ્રતિવર્ષ વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત ઉચ્ચ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં ગુણોત્સવના આઠમા તબક્કાનો આજે શુભારંભ થયો છે. મુખ્યમંત્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ગણન-વાંચન કૌશલ્ય વિકસે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. છેલ્લા સાત ગુણોત્સવના પરિણામે વિદ્યાર્થીઓના શિક્ષણ અને ઘડતરમાં નોંધપાત્ર વધારો પણ થયો છે જે માત્રને માત્ર આ અભિયાનને આભારી છે. ગુણોત્સવ-૧માં એપ્લસ ગ્રેડની માત્ર ૫ શાળા હતી તે ગુણોત્સવ-૭માં વધીને ૨૧૧૭ થઈ છે.
એજ રીતે બી ગ્રેડની ૩૮૨૩ શાળાઓ હતી તે વધીને ૧૨,૫૫૬ થઈ છે. તેમજ સી અને ડી ગ્રેડની શાળાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેમાં સી ગ્રેડની ૧૨૮૮૭ શાળાઓ હતો તે ઘટીને ૧૬૧૩ અને ડી ગ્રેડની ૧૪૫૮૨ શાળાઓ હતી તે ઘટીને ૩૦૦ થઈ છે. જે આ કાર્યક્રમના સફળ પરિણામ દર્શાવે છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરુ પાડવાના આ યજ્ઞમાં રાજ્ય સરકાર જે પ્રયાસો કરી રહી છે નાગરિકો, વાલીઓ પણ યોગ્ય સહયોગ આપશે તો ચોક્કસ વધુ સારા પરિણામો મળશે.

Related posts

વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો એક દિવસ ધરણા કાર્યક્રમ

aapnugujarat

સ્કૂલ વાહન ચાલકોએ વિદ્યાર્થીઓની સલામતી માટે જરૂરી પગલાં ભરવા પડશે

aapnugujarat

સાણંદની સી.કે.પટેલ હાઈસ્કૂલમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ વિદ્યાર્થીઓને આવકાર્યા

editor

Leave a Comment

UA-96247877-1