Aapnu Gujarat
શિક્ષણ

સ્કૂલ વાહન ચાલકોએ વિદ્યાર્થીઓની સલામતી માટે જરૂરી પગલાં ભરવા પડશે

બાળકોએ દેશનું ભવિષ્ય છે. વિવિધ વાહનોમાં સ્કૂલે જતા બાળકોની સુરક્ષા અને તેમનામાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ લાવીને આગામી સમયમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી શકાશે. પરંતુ આ વિદ્યાર્થીઓ જે સ્કૂલ બસ, વાન કે રીક્ષામાં સવાર થઈને શાળાએ આવે છે જો તે જ સુરક્ષિત કે સલામત ના હોય તો તેઓ અકસ્માતનું ગંભીર કારણ બની શકે છે. આ કારણે રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલ વાન, બસ કે રીક્ષાની ઘટનાઓને ધ્યાને લઈને માર્ગ સલામતી માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
આ અંતર્ગત બાળકોને સ્કૂલે લઈ જતા વિવિધ વાહનો જેવાં કે, બસ, રીક્ષા અને વાનના ડ્રાઈવરોને બાળકોની સલામતી માટે જરૂરી પગલા ભરવા આદેશ કરવામાં આવ્યા છે.જેમાં સ્કૂલ બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ. ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે જોઈ શકાય તેમ લખાયેલો હોવો જોઈએ. બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી હોવી જોઈએ, આપાતકાલીન દરવાજો તેમજ દરવાજા પર વિશ્વનીય લોક હોવું જોઈએ. બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલીના હોવી જોઈએ. સ્કૂલ બસમાં સ્પીડ ગર્વનર લગાવેલું હોવું જોઈએ તેમજ ગતિ મર્યાદા ૪૦ કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.સ્કુલ બસની બેઠકો બિન દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ તેમજ બસની અંદર જીપીએસ – સીસીટીવીની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ. સ્કૂલ બસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ. બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ. સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિસંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય. બસની અંદર પૂરતું અજવાળું હોવું જોઈએ તેમજ અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.શાળાના બાળકોની સલામતી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સૂચિત કરેલ અને મંજુરી ધરાવતી બસ જ બાળકોના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે તે સિવાય મંજુરી ન ધરાવતી બસ કે ભાડે લીધેલી બસમાં બાળકોને લઈ જવા માટે ઉપયોગ કરી શકાશે નહીં. બાળકોને શાળાએથી ઘરે લઈ જવા માટે ઓટો રીક્ષા કે મારૂતિવાન જેવા વાહનોનો વધુ ઉપયોગ થાય છે. આ વાહનો બેઠકની દ્રષ્ટિએ (૧) ૬ + ૧ સુધીની બેઠકની ક્ષમતા (૨) ૬થી વધારે પરંતુ ૧૨ મુસાફરો સુધી ( ડ્રાઈવર સિવાય ) બેઠક ક્ષમતા ધરાવતા એમ બે પ્રકારના વાહનો હોય છે. જેમાં સ્કૂલવર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ બે બાળકો બેસી શકે તેવી જોગવાઈ છે.આવા વાહનોમાં સારવાર પેટી અને પીવાનું પાણી તેમજ અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવા જોઈએ. બાળકોને બેસવા માટેનું સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ. વાહનમાં ઉતારું કમ્પાર્ટમેન્ટમાં બારીઓ એવી ડિઝાઈનવાળી જાળીથી બંધ કરેલી હોવી જોઈએ જેથી બાળકોનો કોઈ અંગ બહાર આવી શકે નહીં. ખાનગી રજિસ્ટ્રેશન ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા-લઈ જવા એ ગંભીર ગુનો છે. તેમજ સ્કૂલવર્ધી વાહનોમાં મંજૂરી લીધા વગર સીએનજી – પીએનજી ગેસ પર વાહન ચલાવવું એ પણ ગંભીર ગુનો છે. જો સ્કુલવર્ધી વાહન થર્ડ પાર્ટી વીમા વગર વપરાતું ધ્યાનમાં આવે તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી એક્ટ-૨૦૧૮ની કલમ – ૧૪(૧) હેઠળ વાહન ડિટેઈન તથા કડક પગલા લેવાશે.

Related posts

ધો.૧૨ સાયન્સના ચોથા સેમેસ્ટરની પૂરક પરીક્ષા આઠ જુલાઈથી

aapnugujarat

નાસાના વૈજ્ઞાનિક દ્વારા ભારતીય એરોનોટિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે યોજાયો વેબીનાર

editor

મિહિરની કમાલ : કોઇ પણ એરો મોડલ બનાવી શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1