Aapnu Gujarat
શિક્ષણ

ધો.૧૨ સાયન્સના ચોથા સેમેસ્ટરની પૂરક પરીક્ષા આઠ જુલાઈથી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સના ૪થા સેમેસ્ટરનો પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં સાયન્સની પૂરક પરીક્ષા તા.૮મી જૂલાઇથી શરૂ થશે અને તા.૧૧મી જૂલાઇએ પૂર્ણ થશે. સાયન્સની પૂરક પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી ૨૫ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ બેસે તેવી શકયતા છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. બીજીબાજુ, હવે સાયન્સમાં સેમેસ્ટર સીસ્ટમ રદ થતાં વિદ્યાર્થીઓને પાસ કરવા માટે કેટલી તક આપવી તે અંગે પણ ટૂંકમાં નિર્ણય લેવાય તેવી સંભાવના છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં સાયન્સની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ મે માસમાં જાહેર કરાયું હતું. સાયન્સના ૪થા સેમેસ્ટરના પરિણામમાં કુલ ૨૫૧૨૯ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા હતા. જેથી તેમને પાસ થવાની તક મળી રહે તે હેતુથી બોર્ડ દ્વારા જૂલાઇ માસમાં પૂરક પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. સાયન્સના ૪થા સેમેસ્ટરમાં વિદ્યાર્થી ગમે તેટલા વિષયમાં નાપાસ થયો હોય તે પૂરક પરીક્ષામાં બેસી શકતો હોવાથી સાયન્સના નાપાસ થયેલા તમામ ૨૫૧૨૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. બોર્ડ દ્વારા સાયન્સની પૂરક પરીક્ષાના જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, સાયન્સની પૂરક પરીક્ષા તા.૮મી જૂલાઇથી શરૂ થઇ જશે. જે તા.૧૧ જૂલાઇએ પૂર્ણ થશે. એક દિવસમાં રોજ બે પેપર રાખવામાં આવ્યા છે. જેમાં સવારના સેશનનો સમય સવારે ૧૦-૩૦થી ૨-૦૦નો રહેશે, જયારે બપોરના સેશનનો સમય બપોરે ૩-૦૦થી સાંજે ૬-૩૦ સુધીનો રહેશે. પ્રથમ દિવસે એટલે કે, તા.૮મી જૂલાઇના રોજ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે સવારે ગણિત અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બપોરે જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. દરમિયાન બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા પણ જૂલાઇ માસમાં જ એ જ અરસામાં લેવાનું આયોજન કરાયું છે. જેમાં ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા તા.૮મી જૂલાઇથી શરૂ થશે અને તા.૧૧ જૂલાઇ સુધી ચાલશે. જયારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એક જ દિવસે તા.૯મી જૂલાઇએ લેવાશે.

Related posts

સુપ્રિમ કોર્ટના ચુકાદા સુધી સંચાલકો ફી વસુલી શકશે

aapnugujarat

મોદી ૧૬મીએ વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન આપશે

aapnugujarat

પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજીત ૧૨માં તેજસ્વી તારલા સત્કાર સમારંભ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1