Aapnu Gujarat
શિક્ષણ

મિહિરની કમાલ : કોઇ પણ એરો મોડલ બનાવી શકે છે

એન્જિનિયરિંગમાં અભ્યાસ કરનાર અમદાવાદી મિહિર પ્લાસ્ટિક સીટ સાથે ઉડતુ વિમાન પણ બનાવી ચુક્યો છે
મજબુત ઇચ્છાશક્તિ અને ઇરાદા ધરાવનાર કોઇ પણ વ્યક્તિ શુ ન કરી શકે તે બાબત અમદાવાદના અને એનએસઆઈટી કોલેજ, જેતલપુરમાં બીઇ ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરનાર મિહિર મિનેષકુમાર પટેલે સાબિત કરી બતાવી છે. અભ્યાસની સાથે સાથે તે આજે કોઇ પણ પ્રકારના સ્કેલ મોડલ અથવા તો એરો મોડલ એટલી કુશળતા સાથે બનાવી શકે છે કે કોઇ પણ નિષ્ણાંત પણ જોઇને આશ્ચર્યચકિત થઇ શકે છે. મિહિર ઘણા સમયથી અભ્યાસની સાથે સાથે એરો મોડલ બનાવવાની ક્રિએટિવિટીમાં વ્યસ્ત રહે છે. તે આજે ગુગલ અને અન્ય જુદી જુદી સાઇટમાં અભ્યાસ કરીને એટલી કુશળતા વિકસાવી લીધી છે કે તે કોઇ પણ જાતના વિમાનોના અરો મોડલ ખુબ જ કુશળતા સાથે કોઇ ખામી વગર સફળ રીતે બનાવી લે છે. તે મિરાજ, સુખોઇ અને મિગ સહિતના તમામ વિમાનોના એરો મોડલ બનાવે છે. વાતચીત દરમિયાન આ કુશળ વિદ્યાર્થીએ માહિતી આપતા કહ્યુ હતુ કે તે છેલ્લા ચાર વર્ષથી એરો મોડલ બનાવે છે. કોઇ પણ પ્રકારના એરો મોડલ તૈયાર કરવામાં સમય વધારે લાગે છે જેથી તે હાલમાં તો પ્રોફેશન તરીકે આવા વિમાનો બનાવીને બજારમાં મુકવા ઇચ્છુક નથી પરંતુ ભવિષ્યમાં ચોક્કસપણે ફ્લાઇંગ વિમાન બનાવવા માટેની ઇચ્છા ધરાવે છે. કોઇ પણ કદના નાના અને મોટા વિમાન તે બનાવી શકે છે. આશરે બે વર્ષ પહેલા પ્સાસ્ટિકની સીટ સાથે મિહિરે ઉડતુ વિમાન પણ બનાવ્યુ હતુ જેનુ પ્રદર્શન એલજી હોસ્પિટલ પાસેના મેદાન પર મોટી સંખ્યામાં બાળકો અને લોકોની વચ્ચે સફળ રીતે કર્યુ હતુ. ઉપસ્થિત લોકો તેની કુશળતાથી ભારે પ્રભાવિત થયા હતા. તેનુ કહેવુ છે કે બજારમાં મળતા ઉડતા હેલિકોપ્ટર, વિમાન, ડ્રોન જેવા રમકડામાં હળવા સ્તરની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેની એક મર્યાદા હોય છે. પરંતુ તેના દ્વારા તૈયાર કરવામાં આવતા નાના અને મોટા કદના એરો મોડલમાં સ્પેર પાર્ટ ભારે ઉપયોગ કરે છે. જેથી તે વધારે વજન સાથે ઉડાણ ભરી શકે છે. આ પ્રકારના વિમાનો કઇ રીતે તૈયાર કરે છે તે અંગે પુછવામાં આવતા આ એન્જિનિયરિંગ વિદ્યાર્થી કહે છે કે તે સૌથી પહેલા કોમ્પ્યુટર પર મોડલ તૈયાર કરે છે. આ મોડલ તૈયાર કરવામા ંઆવ્યા બાદ તેના મોડલની ચકાસણી તે જે વિમાન તૈયાર કરે છે તેના સાચા મોડલ સાથે સરખામણી કરે છે. તેમાં કોઇ પણ ખામી ન રહે તે માટે ઓપરેશનમાં રહેલા વિમાન સાથે તેની તુલના કરે છે. તેમાં ગંભીરતાપૂર્વક અભ્યાસ કરે છે. ત્યારબાદ મોડલ પરથી પેજમાં આ વિમાન ડિઝાઇન કરે છે. ત્યારબાદ તૈયાર થતા વિમાનની ડિઝાઇનને ફોટોશોપથી કલર સહિતના ભાગો પર કામ કરે છે. એક વખત કોમ્પ્યુટરમાં સંપૂર્ણ ડિઝાઇન સાથે વિમાન તૈયાર કરી લેવામાં આવ્યા બાદ તેની ઝેરોક્ષ કાઢી લે છે. ઝેરોક્ષ કાઢી લીધા બાદ ખુબ કુશળતા સાથે આ પ્રકારના વિમાન તે તૈયાર કરે છે. તેના કહેવા મુજબ કોઇ પણ એરો મોડલ તૈયાર કરવામાં ૨૦ દિવસનો સુધીનો સમય લાગે છે. તેના કહેવા મુજબ માંગ પ્રમાણે તે કોઇ પણ કદના કોઇ પણ એરો મોડલ બનાવી શકે છે.જેમાં સુખોઇ, રાફેલ, મિંગનો સમાવેશ થાય છે. આ પ્રકારના ફ્લાઇંગ એરો મોડલની જંગ કિંમત પણ મળી શકે છે. તે નિખાલસ પણે માને છે કે તેની આ ક્રિએટિવિટીમાં અને દરેક બાબતમાં પરિવારની ભૂમિકા છે. પરિવારના સભ્યોની પ્રેરણા અને પ્રોત્સાહન તેમજ તેમની મદદની સહાયથી આજે આ તમામ સફળતા તે મેળવી શક્યો છે.

Related posts

शिक्षा क्षेत्र के कई सवालों पर प्रदर्शन, धरणे को मंजुरी नहीं

aapnugujarat

યુજીસીએ લાગુ કરેલા અધ્યાપકોની ભરતી મુદ્દેના પરિપત્રનો વિરોધ

aapnugujarat

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલની N.S.S.શિબિર વાઘવા ગામે યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1