Aapnu Gujarat
શિક્ષણ

નાસાના વૈજ્ઞાનિક દ્વારા ભારતીય એરોનોટિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે યોજાયો વેબીનાર

કોરોના લોકડાઉન ના કારણે જ્યારે ક્લાસરૂમ શિક્ષણ છેલ્લા બે માસથી પણ વધુ સમયથી બંધ છે ત્યારે શિક્ષણ શાસ્ત્રીઓ એ આનો વિકલ્પ ઓનલાઇન શિક્ષણને બનાવ્યો છે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન ન થાય તે હેતુથી નવા વિકલ્પો ને શોધી તેનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યું છે આવું જ કંઈક એસ વી આઈ ટી, એરોનોટિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે *Deep Space Dreams: Makeing the Impossible Possible નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વવિખ્યાત નાસા ના વૈજ્ઞાનિક એનિમા પાટીલ સબાલે (મેનેજર ઓરિયન સ્પેસક્રાફ્ટ સિમ્યુલેશન લેબ મેનેજર, NASA વૈજ્ઞાનિક-અવકાશયાત્રી ઉમેદવાર પ્રોજેક્ટ (PoSSUM) દ્વારા એરોસ્પેસ ના ક્ષેત્ર ની ઊંડી જાણકારી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામ માં દેશભર માં થી ૪૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ કે જેઓ એરોનોટિકલ ત્થા અન્ય ક્ષેત્રમાં છે અથવા પોતાની કારકિર્દી આ છે ક્ષેત્ર માં બનાવવા માંગે છે તેઓ એ ભાગ લીધો હતો. સ્પેસ માં ટ્રાવેલ કરવા માટે ની મુશ્કેલીઓ કઈ કઈ હોઈ શકે અને તેની કેવી રીતે દૂર કરવી વગેરે વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.

સ્પેસ વિશે વાત કરતા અનિમા પાટીલ સબાલે જણાવ્યું હતું કે આ એ ખૂબ જ ચેલેન્જીંગ ક્ષેત્ર છે. જેમાં રોજ કંઈક નવું જાણવા મળે છે. અનિલા પાટીલ સબાલે પોતે એસ્ટ્રોનોટ્સ બનવા ની દિશામાં આગળ વધી રહ્યા છે અને તેમને આ વિશે ને લગતી જાણકારી પણ વિદ્યાર્થીઓને આપી હતી તેમને જણાવ્યું હતું કે આ ખૂબ જ રહસ્યમય અને ચેલેન્જિંગ ક્ષેત્ર છે બ્રહ્માંડના રહસ્યો જાણવાં માં જેને રસ હોય તેઓ આ જ ક્ષેત્રમાં આવી શકે છે.

હાલમાં અમેરિકા દ્વારા સૌપ્રથમ વખત ખાનગી રોકેટ દ્વારા એસ્ટોનોટસને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે તે વિશે પણ વાત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પી.વી. રમનના (હેડ.એરોનોટિકલ ડિપાર્ટમેન્ટ) ની દેખરેખ માં પ્રોફેસર ધ્રુવીન શાહ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ,સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી આયોજક અને વિધાર્થી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

ICAI દ્વારા સીએ સ્ટુડન્ટસ કોન્ફરન્સનું આયોજન કરાયું

aapnugujarat

પરિણામથી અસતુંષ્ટ ધો. ૧૨ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા

editor

શિક્ષણ નીતિ દરેક પ્રકારના દબાણથી મુક્ત ઃ મોદી

editor

Leave a Comment

UA-96247877-1