Aapnu Gujarat
શિક્ષણ

પરિણામથી અસતુંષ્ટ ધો. ૧૨ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા

ધોરણ ૧૨ તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર એ છેકે હાલની ગુણાંકન પદ્ધતિ અનુસાર જે પણ પરિણામ આપવામા આવ્યું છે તે પરિણામથી જે કોઇપણ વિદ્યાર્થી અસંતુષ્ટ હોય અને તેઓ પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા તક આપીને પરીક્ષા લેવામા આવશે.જે અંતર્ગત વિદ્યાર્થીઓએ ગુણાંકન પદ્ધતિ અનુસાર મેળવેલા પરિણામ પ્રસિદ્ધ થવાના ૧૫ દિવસમાં બોર્ડમાં જમા કરાવવાનું રહેશે. બોર્ડ દ્વારા પરીક્ષા યોજવા અંગેનો કાર્યક્રમ બોર્ડ દ્વારા ટૂંકમાં જાહેર કરાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રીલિઝ કરેલી અખબારી યાદીમાં જણાવ્યું કે, ધોરણ ૧૨ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે.
આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.૧૨ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોમ્ર્યુલા પ્રમાણે ધો.૧૦ના પરિણામના ૫૦ માર્ક્સ, ધો.૧૧ના પરિણામના ૨૫ માર્ક્સ તેમજ ધો.૧૨ની સામયિક અને એકમ કસોટીના ૨૫ ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધો. ૧૨ સાયન્સના ૧.૪૦ લાખ અને ૫.૪૩ લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ ૬.૮૩ લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો ર્નિણય કર્યો હતો.

Related posts

ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો ૨૬ જુલાઈથી શરૂ કરાશે

editor

પેપર લીકમાં ગુગલ પાસેથી ઇ-મેઇલની માહિતી મંગાઈ

aapnugujarat

સિવિલ સર્વિસ એક્ઝામમાં મોટાપાયે ફેરફાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1