Aapnu Gujarat
શિક્ષણ

સાણંદની સી.કે.પટેલ હાઈસ્કૂલમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ વિદ્યાર્થીઓને આવકાર્યા

સમગ્ર વિશ્વમાં આકસ્મિક આવી પડેલી કોરોના મહામારીને કારણે લોકડાઉન અને શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. આ મહામારીને કારણે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ૯ મહિનાનું લાંબુ વેકેશન લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ હવે રાજ્યમાં કોરોનાની તીવ્રતા ઓછી થતા અને રિકવરી રેટ વધતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને શાળામાં ઓનલાઇન શિક્ષણની સાથોસાથ આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
સાણંદ ખાતે આવેલ શેઠ સી.કે.હાઈસ્કૂલમાં ધો ૧૦ – ૧૨ના ૮૫ વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ આપતા રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં માર્ચ – ૨૦૨૦ના છેલ્લા અઠવાડિયાથી શાળા – કોલેજોમાં ખૂબ જ લાંબુ ૯ માસ કરતાં વધારે સમયનું વેકેશન લાગુ કરવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીઓના માતા – પિતાએ સંમતિ આપી છે તેવા જ વિદ્યાર્થીઓે શાળામાં આવીને અભ્યાસ કરશે જયારે અન્ય બાકી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે.
આ પ્રસંગે વિભાવરીબેન દવેએ વર્ગખંડની મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ બંને હાથને સેનેટાઈઝર કેવી રીતે કરવા તેની જાણકારી આપી હતી તદુપરાંત વિદ્યાર્થીઓને પાણીની બોટલ કે નાસ્તો એકબીજાને શેર ન કરવા ખાસ સુચના આપી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકગણોને પણ વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવા કહ્યું હતું. ૯ મહિનાના લાંબા અંતરાલ બાદ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શાળાનાં આચાર્ય મુકુંદ પટેલ, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ગ્રામ્યના ડીઈઓ રાકેશ વ્યાસ, સાણંદ તાલુકાના ધારાસભ્ય કનુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

(અહેવાલ :- મનિષા પ્રધાન, અમદાવાદ માહિતી ખાતા દ્વારા)

Related posts

બજેટમાં શ્રેણીબદ્ધ જાહેરાતો : શિક્ષણમાં સુધાર માટે એક લાખ કરોડનો ખર્ચ કરાશે

aapnugujarat

એસવીઆઈટી – વાસદ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

editor

વર્ષ ૨૦૨૦થી ધોરણ ૧૦માં ગણિતના બે પ્રશ્નપત્ર રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1