Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

બજેટમાં શ્રેણીબદ્ધ જાહેરાતો : શિક્ષણમાં સુધાર માટે એક લાખ કરોડનો ખર્ચ કરાશે

નાણામંત્રી અરુણ જેટલીએ બજેટમાં શિક્ષણના સ્તર પર ચિંતા વ્યક્ત કરતા કેટલીક મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતાના આટલા વર્ષો થયા હોવા છતાં શિક્ષણની ગુણવત્તા હજુ પણ મોટા પડકાર તરીકે છે. તેમણે કહ્યું હતું કે, સરકાર પ્રિ-નર્સરીથી લઇને ૧૨માં ધોરણ સુધીને સમગ્ર રુપથી જોવા ઇચ્છુક છે. જેનાથી શિક્ષણના ક્ષેત્રનો વિકાસ થઇ શકશે. આના માટે સરકાર એક નવી નીતિ બનાવશે. શિક્ષણના મોરચે જેટલીએ અનેક મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૧૩ લાખથી વધુ શિક્ષકોને ખાસ ટ્રેનિંગ આપવા માટે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્યના માર્ગમાં ટેકનોલોજીકલ ડિજિટલ પોર્ટલથી સુવિધાની બાબત મહત્વપૂર્ણ છે. જેટલીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, નવોદય વિદ્યાલયની જેમ જ હવે આદિવાસીઓ માટે એકલવ્ય સ્કૂલ બનાવવામાં આવશે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇમિનેન્સ સ્થાપિત કરવાની યોજના રહેલી છે. વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે, આઈઆઈટી અને એનઆઈટીમાં ૧૬ નવા પ્લાનિંગ એન્ડ આર્કીટ્રેક્ચર સ્કૂલ ઓટોનોમસ મોડમાં સ્થાપિત કરવામાં આવશે. નેશનલ સોશિયલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ હેઠળ કેટલાક નવા કામો હાલમાં ચાલી રહ્યા છે. શિક્ષકોના સ્તરને સુધારવા માટે પણ ડિજિટલ ઇન્ટેન્સીટીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એકીકૃત બીએડ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. બ્લેકબોર્ડની જગ્યાએ ડિજિટલ બોર્ડ સ્કૂલોમાં મુકવામાં આવશે. નવોદયની જેમ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય સ્કૂલ બનવાથી મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓને ફાયદો થશે. પ્રિ-નર્સરી માટે નવી પોલિસી બનાવવાથી પણ મોટો ફાયદો થશે. જેટલીએ શિક્ષણ તરફ ધ્યાન આપતા કહ્યું હતું કે, આના માટે જંગી રોકાણ કરવામાં આવશે. જેટલીએ ડિજિટલ પ્રોગ્રામ હેઠળ ૩૦૩૭ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની પણ જાહેરાત કરી છે.
બુલેટ ટ્રેન યોજનાના ભાગરુપે માનવ સંશાધનને પ્રોત્સાહન આપવા વડોદરા રેલ યુનિવર્સિટી ખુબ ઉપયોગી સાબિત થશે. શિક્ષણના ક્ષેત્રમાં સ્તર સુધારવા માટે મોટાપાયે પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ૫૦ ટકાથી વધુ આદિવાસી વિસ્તારોવાળા બ્લોકમાં એકલવ્ય સ્કૂલોને પ્રાથમિકતા અપાશે. શિક્ષણમાં સુધાર માટે આગામી ચાર વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાશે.

Related posts

ईवीएम पर ठीकरा फोड़ने से बाज आये कांग्रेस : मोदी

aapnugujarat

૧૦ પાકિસ્તાની રેન્જર્સ ઠાર : બીએસએફે બદલો લીધો

aapnugujarat

भाजपा ने बिना लड़े ही जीत ली त्रिपुरा की 82% ग्राम पंचायत की सीटे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1