Aapnu Gujarat
શિક્ષણ

ધોરાજીની એ જેડ કનેરીયા હાઈસ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશન શરૂ

હંમેશા બાળકો માટે ચિંતિત અને કંઈક નવું કરવા નહીં નેમ સાથે પ્રવૃત્ત શ્રી કનેરિયા હાઇસ્કુલ તરફથી સૌપ્રથમ ધોરણ ૧૦ અંગ્રેજી માધ્યમના ક્લાસ અને ધોરણ ૧૦ ગ્રાન્ટેડ શાળાના ક્લાસ શરૂ કરી દેવામાં આવેલ છે. આ માટે સરકારશ્રીની માર્ગદર્શિકા પ્રમાણે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે. શાળામાં આવતા દરેક વિદ્યાર્થીને થર્મલથી ટેમ્પરેચર તપાસી અને તને સેનેટાઈઝર કરાવવામાં આવે છે. શાળાને પણ વિદ્યાર્થીઓના હાજરીમાં સ્વચ્છતાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે અને તેને સેનેટાઈઝર પણ કરવામાં આવે છે અત્યારે ધોરણ ૧૦ અને ૧૨ એટલે કે બોર્ડની એક્ઝામ નજીક છે મહત્વના વર્ગ છે આખું વર્ષ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે હોમ લર્નિંગ કે ઓનલાઈન એજ્યુકેશન બાળકોએ મેળવ્યું છે તેમના માટે ફિઝિકલ લર્નિંગ અતિ આવશ્યક છે આ સમયને ધ્યાનમાં રાખી અને ક્રમશઃ એ ઝેડ કનેરિયા હાઇસ્કુલ એજ્યુકેશન દ્વારા સરકારશ્રીની તમામ ગાઈડલાઈનનું પાલન કરી અને ફિઝિકલ એજ્યુકેશન શરૂ કરવામાં આવેલ છે. આખુ વર્ષ લગભગ ઘરમાં રહેલ એટલે કે આમ જોઈએ તો ૯ મહિનાથી પણ વધારે સમય ઘરમાં રહેલા બાળકોને પણ આજે શાળામાં આવી અને અભ્યાસ કરવાનો વિશેષ આનંદ ઉત્સાહ અને ઉમંગ હતો. વાલીઓ તરફથી પણ સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણેના સહમતી પત્રક આપેલા છે અને ધીમે ધીમે ન્યુ નોર્મલ તરફ ગતિ કરવામાં આવી રહી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

શાળાઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ જોડાણથી જોડવા શરૂઆત થઇ

aapnugujarat

લક્ષ્મીપુરા નંદાસણ શાળામાં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

aapnugujarat

બોર્ડ પરીક્ષા : ૧૦ ગણિતની પરીક્ષા ફરીથી લેવા માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1