Aapnu Gujarat
Uncategorized

ઉપલેટા મોજ ઈરીગેશનના પાણી સોસાયટીઓ અને કારખાનામાં ઘુસ્યા

ઉપલેટા શહેરના પોરબંદર રોડ પર આવેલ હિંદ વે બ્રિજ પાસે કેનાલ છલકાતા પાણી ખેતરોને બદલે સોસાયટીઓમાં ઘુસી ગયા છે. મોજ ઈરીગેશનના જમણા કાંઠાની બે નંબરની માઇનોર કેનાલમાં કચરો ફસાતા પાણી ઉભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્રની ઘોર બેદરકારીને કારણે દર વર્ષ આવો પાણીનો પ્રશ્ન સર્જાય છે. પોરબંદર રોડ પર આવેલી મુરલીધર આહિર સમાજ પાસેની સોસાયટીઓ અને કારખાનાઓમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોને પાણીમાંથી પસાર થવું પડે છે તેમજ કારખાનાઓમાં પાણી ઘુસી જતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. દર વર્ષે સર્જાતા પ્રશ્નને વહેલી તકે નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

भारत में पैसेंजर व्हीकल्स की बिक्री अक्टूबर में 14 फीसदी बढ़ी

editor

ધોરાજીમાં બે દેવીપૂજક યુવતીઓ ચેકડેમમાં પડતાં મોતને ભેટી

editor

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કર્મચારીઓ પ્રતિજ્ઞા લઈ કટિબદ્ધ થયા

editor

Leave a Comment

UA-96247877-1