Aapnu Gujarat
શિક્ષણ

લક્ષ્મીપુરા નંદાસણ શાળામાં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

કડી તાલુકાના રાજપુર ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓનો લક્ષ્મીપુરા(નંદાસણ) પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું.
કડી તાલુકાના રાજપુર ક્લસ્ટર દ્વારા સી.આર.સી.કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાના બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોની હાજરીમાં સુંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શન લક્ષ્મીપુરા નંદાસણ શાળામાં યોજવામાં આવ્યું હતું. સી.આર.સી.કો-ઓર્ડીનેટર દિલીપ પટેલ તથા રાજપુર પગાર કેન્દ્ર શાળાના આચાર્ય જયેશ કે. રાજપુરા દ્વારા બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને આવકારવામાં આવ્યાં હતાં.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કૃતિઓને અન્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નિહાળવામાં આવી હતી તેમજ તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને ભેટ આપી બિરદાવવામાં આવ્યા હતા. યજમાન શાળાના આચાર્ય લાલભાઈ પટેલ દ્વારા પધારેલા સૌ શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

રાજ્યભરમાં એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના લાગૂ કરાઈ

aapnugujarat

जेईई एडवान्स : सुरत के श्रेय राजीव का श्रेष्ठ प्रदर्शन

aapnugujarat

પાણીબાર સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્ટેશનરીનુંં વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1