Aapnu Gujarat
શિક્ષણ

શાળાઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ જોડાણથી જોડવા શરૂઆત થઇ

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત શહેરમા આવેલી ૪૨૫ જેટલી શાળાઓને ઈન્ટરનેટ બ્રોડબેન્ડ કનેકટીવીટીથી જોડવાનો આરંભ કરી દેવામા આવ્યો છે.આ અંગે શાસનાધિકારી દ્વારા બહાર પાડવામા આવેલા પરિપત્ર અનુસાર આ પ્રકારની કનેકટીવીટી ધરાવતી શાળાઓ દર મહિને રૂપિયા ૫૦૦ની મર્યાદામા ઈન્ટરનેટ સુવિધાનો ઉપયોગ કરી શકશે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શાસનાધિકારી એલ.ડી.દેસાઈ દ્વારા બહાર પાડવામા આવેલા એક પરિપત્ર અનુસાર,સ્ટેટ પ્રોજેકટ કચેરી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૭૫ જેટલી પ્રાથમિક શાળાઓ માં દરમહિને રૂપિયા ૫૦૦ લેખે ૭ માસ માટે કુલ રૂપિયા ૧,૦૦૦ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેકટીવીટી માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે.જે માટે મર્યાદામાં વપરાશ ઓકટોમ્બર-૧૭ થી એપ્રિલ-૨૦૧૭ સુધી કરવાનો રહેશે.આ અંગે શાસનાધિકારી એલ ડી દેસાઈનો સંપર્ક કરવામા આવતા તેમનુ કહેવુ છે કે,દરેક શાળાઓમા ઈન્ટરનેટ કનેકટીવીટી આપવાની કામગીરી ચાલી રહી છે.આમ કરવા પાછળનો આશય બાળકો કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના માધ્યમ થકી દુનિયામા કયાં શુ થઈ રહ્યુ છે એ વિશે નવુ નવુ જાણી શકે.જો કે ૫ ઓકટોબર-૨૦૧૭ના રોજ તેમના દ્વારા ઈન્ટરનેટ બ્રોડબેન્ડ કનેકટીવીટી અંગે કરવામા આવેલા પરિપત્ર બાદ અત્યાર સુધીમાં કુલ -૨૭૫ શાળાઓને કનેકટીવીટી આપી દેવામા આવી હોવાનુ તેમનુ કહેવુ છે.જો કે આ પરિપત્રમાં તેમણે શાળાઓને તાકિદ કરતા ૩જી અથવા ૪જી કનેકશન સ્પીડ ધરાવતી ઈન્ટરનેટ પ્રોવાયડેડ કંપનીનો પોસ્ટપેઈડ પ્લાન લેવા અને જે તે શાળાએ બીલોની ચૂકવણી ન કરતા અગાઉના ઈન્ટરનેટ કનેકશન બંધ ન કરાવેલા હોય તો કંપની તરફથી મેળવેલ કોર્ટ નોટિસની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે એમ પણ કહ્યુ છે.

Related posts

શહેરાની સરકારી વિનયન કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઓનલાઈન ઉજવણી

editor

अपनी मर्जी से बनाई अनूठी फुटपाथशाला, जहां बच्चों को मुफ्त मिलती है शिक्षा

aapnugujarat

જેઇઇ : ૧.૬૦ લાખ વિદ્યાર્થી દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1