Aapnu Gujarat
ગુજરાત

બિલ્ડર નઝીર વોરા ફાયરીંગ કેસમાં પાનેરીની અટકાયત

જુહાપુરાના બિલ્ડર નઝીર વોરા પર થયેલા ફાયરિંગના ચકચારી કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ગેંગસ્ટર અને શાર્પ શૂટર નરેન્દ્ર પાનેરીની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે.
બિલ્ડર નઝીર વોરા ઇદના બીજા દિવસે વહેલી પરોઢે નમાજ પઢવા માટે જતા હતા ત્યારે એક વર્ના કારમાં આવેલા ત્રણ શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગની આ ઘટનામાં નઝિર વોરાનો બચાવ થયો હતો. ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ બાદ હવે ક્રાઇમબ્રાંચ આ કેસમાં પાનેરીની સઘન અને આકરી પૂછપરછ કરશે, જેમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શકયતા સેવાઇ રહી છે. અગાઉ નઝિર વોરાએ તેના બનેવી લાલા વોરા અને તેની બીજી પત્ની યાસ્મિન શેખે ફાયરિંગ કરાવ્યું હોવાના આરોપ મુક્યા હતા. નઝિર વોરાએ કરેલા આરોપ પર કોઇ પણ તપાસ પોલીસે કરી નહીં પરંતુ તેના પર ફાયરિંગ થયું છે કે નહીં તેના ઉપર શંકા વ્યકત કરી હતી.
લાલા વોરાએ નઝિરની હત્યા કરવા માટે ત્રણ અલગ અલગ ગેંગસ્ટરનો સંપર્ક કર્યો હતો. લાલાએ પહેલા ઇમરાન કુંજડા નામના ગેંગસ્ટરનો સંપર્ક કર્યો હતો. તે રાજસ્થાનથી સંખ્યાબંધ ગુનામાં વોન્ટેડ હતો. ઇમરાન કુંજડા અમદાવાદમાં લાલા વોરા પાસે આવીને રહેતો ત્યારે તેને નઝિર વોરાની હત્યા કરવાની સોપારી આપી હતી. ઇમરાને નઝિર વોરાની સોપારી લેવા માટેનો ઇનકાર કરી દીધો હતો, એટલે લાલાએ તેના જેલના મિત્ર નરેન્દ્ર પાનેરીને હત્યા કરવા માટેની ૨૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી. વર્ષ ૨૦૧૨માં લાલા વોરાએ રાજસ્થાનમાં એક ટેક્સી ચાલકની કરપીણ હત્યા કરી હતી. જેમાં તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. તે જ સમયે હુકુમસિંહ નામના યુવકની નરેન્દ્ર પાનેરીએ પણ હત્યા કરી હતી. જેથી તેની પણ ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. નરેન્દ્ર પાનેરી અને લાલા વોરા જેલમાં મિત્રો બની ગયા હતા. જેથી લાલાએ ૨૦ લાખ રૂપિયામાં નરેન્દ્ર પાનેરીને નઝિરની હત્યા કરવા માટેની સોપારી આપી હતી.
નરેન્દ્ર પાનેરીએ નઝિરની હત્યા કરવામાં ફ્‌લોપ સાબિત થતાં તેને ગેંગસ્ટર આઝામખાન પઠાણને નઝિર વોરાની હત્યા કરવા માટે ૫૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી. થોડાક સમય પહેલા નરેન્દ્ર પાનેરીની રાજસ્થાનની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી નરેન્દ્ર પાનેરીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે જેને પગલે હવે આ કેસમાં મહત્વની વિગતોનો ખુલાસો સામે આવશે.

Related posts

વાયબ્રન્ટ સમિટ : ૧૫,૫૨૧ ઉદ્યોગો દ્વારા રુ.૪.૨૦ લાખ કરોડનું મૂડી રોકાણ થયું

aapnugujarat

કડીના રાજપુર ગામમાંથી ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

aapnugujarat

घाटलोडिया क्षेत्र में भंगार के गोदाम में आग लगने पर व्यापक नुकसान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1