Aapnu Gujarat
ગુજરાત

કડીના રાજપુર ગામમાંથી ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અવાર નવાર રાજ્યભરમાં ફૂ઼ એન્ડ સેફ્ટી વિભાગના દરોડા પડતા હોય છે, ત્યારે આજે મહેસાણામાં આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું. જ્યાં આરોગ્ય વિભાગને બગાસું ખાતા પતાસું મળ્યું હતું. મહેસાણાના કડીના રાજપુર ગામમાં ફૂ઼ડ એન્ડ સેફ્ટી વિભાગના દરોડામાં ભેંસના તબેલામાં ચાલતી ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે, આ સિવાય ગુટખા બનાવવા માટે વપરાતી મશીનરી સાથે રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આજે મહેસાણામાં ફૂ઼ડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમે તપાસ અર્થે ગઇ હતી. ત્યાં કડીના રાજપુર ગામે ગેરકાયદેસર ચાલતી ગુટખા કંપનીની બાતમી મળી હતી, જેથી આરોગ્ય વિભાગની ટીમે ૪ અલગ અલગ ટીમો બનાવીને ત્રાટકી હતી. આરોગ્ય વિભાગની રેડ દરમિયાન મશીનરી સાથે ૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોગ્ય વિભાગને આ ઘટનામાં ભેંસના તબેલામાં ચાલતી ગુટખા ફેક્ટરી ઝડપાઇ હતી, આ ઘટનામાં તંત્રને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. ફૂડ વિભાગની ટીમે મશીનરી સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં ભાઈને બચાવવા જતાં બહેને જીવ ગુમાવ્યો

aapnugujarat

છેતરપીંડીના કેસમાં નાસતા ફરતા બે ઝડપાયા

editor

અમિત શાહે વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1