Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાંચમાં તબક્કામાં મધ્યમથી ભારે વોટિંગ થયું

લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે પાંચમાં તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મધ્યમથી ભારે મતદાન થયું હતું. અગાઉના તબક્કાની જેમ જ બંગાળમાં આ વખતે પણ બમ્પર મતદાન થયું હતું. જ્યારે બાકીના રાજ્યોમાં ૫૫ ટકાથી લઈને ૬૪ ટકા સુધી મતદાન નોંધાયું હતું. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પોત પોતાની રીતે જીતના દાવા કર્યા હતા. આજના મતદાનની સાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએના ચેરમેન સોનિયા ગાંધી, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અને શત્રુઘ્ન સિંહાના પત્ની પુનમ સિંહા, કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ સહિત તમામ ૬૭૪ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. આજે સરેરાશ ૬૦ ટકાથી ઉપર મતદાન થયું હતું. અગાઉ સવારે ભારે ઉત્સાહ વચ્ચે સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ પર મતદાનની શરૂઆત થઇ હતી. પાંચમાં તબક્કામાં મતદાનની સાથે જ ભારતીય જનતા પાર્ટીના ૪૮ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. પાંચમાં તબક્કામાં કુલ ૯૬૦૮૮ પોલિંગ બુથ પર મતદાન શરૂ થયા બાદ કેટલીક જગ્યાએ શરૂઆતમાં જ મતદાનની ગતિ સારી રહી હતી. લખનૌમાંથી કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, જયપુર ગ્રામીણમાંથી રાજ્યવર્ધન સિંહ રાઠોર, અમેઠીમાંથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. પાંચમા તબક્કામાં યોજાનાન મતદાન વેળા કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ તૈયારી પહેલથી કરી લેવામાં આવી હતી. પ્રથમ ચાર તબક્કામાં ૩૭૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ આજે પાંચમા તબક્કામાં વધુ ૫૧ સીટ મતદાન શરૂ થયુ હતુ. પાંચમાં તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૪૨૫ સીટ પર મતદાનન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. હવે બાકીના બે તબક્કામાં ૧૧૮ સીટ પર મતદાનની પ્રક્રિયા બાકી રહેશે. પાંચમા તબક્કાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૧૫૦ ઉમેદવારો રાષ્ટ્રીય પાર્ટીઓના હતા. આવી જ રીતે ૩૧ ઉમેદવારો રાજ્ય સ્તરીય પક્ષોના હતા. ૨૪૦ ઉમદવારો નોંધાયેલા બિનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના હતા. પાંચમા તબક્કાાં મેદાનમાં રહેલા ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો ૪૦ ટકા ઉમેદવારો ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કરેલા છે. બાવન ટકા ઉમેદવારો સ્નાતક સુધી અભ્યાસ કરી ચુક્યા છે. ૪૩ ટકા ઉમેદવારો તો માત્ર સાક્ષર રહેલા છે.આવી જ રીતે પાંચમા તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૧૨૬ ઉમેદવારો પર અપરાધિક કેસ રહેલા છે. ૯૫ ઉમેદવારો પર ગંભીર અપરાધિક કેસ રહેલા છે.ઉત્તરપ્રદેશની જે ૧૪ સીટ પર મતદાન યોજાયું હતું તેમાં સીતાપુર, મોહનલાલ ગંજ, ફિરોજાબાદ, અમેઠી, લખનૌ, રાયબરેલી ફતેહપુર, બાંદા, બારાબંકી, કૌશાંબી, કેસરગંજ ગોન્ડા, બહરાઇચનો સમાવેશ થાય છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીને છોડી દેવામાં આવે તો ભાજપે ૧૨ સીટો જીતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત મની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ. છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના ચારેય તબક્કાની જેમ પાંચમાં તબક્કાના મતદાન વેળા પણ તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી છે. તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે .૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. સાત રાજ્યોને આવરી લેતી ૫૧ બેઠક પર આજે એકંદરે ૬૧ ટકાથી વધારે મતદાન થયું હતું.

Related posts

વિંગ કમાન્ડર અભિનંદનને છોડી દેવા તીવ્ર અમેરિકી દબાણ હતું

aapnugujarat

ચોકીદાર ચોર હૈના નિવેદન પર રાહુલ ગાંધીએ માફી માંગી

aapnugujarat

महबूबा मुफ्ती की हिरासत की अवधि बढ़ी

editor

Leave a Comment

UA-96247877-1