Aapnu Gujarat
ગુજરાત

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઃ ઉમેદવારની યાદીમાં આનંદીબહેન પટેલ રેસમાં સૌથી આગળ

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારોને લઈને પણ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. મળતી માહિતી મુજબ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ તરફથી કેટલાંક નામ અંગે ચર્ચા કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબહેન પટેલ અને મણિપુરના ગવર્નર તેમ જ લઘુમતી બાબતોના ભૂતપૂર્વ પ્રધાન નજમા હેપતુલ્લાનું નામ ચર્ચામાં સૌથી આગળ છે.
ગુજરાતના તત્કાલીન સીએમ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં કાર્યભાર સંભાળ્યા બાદ આનંદીબહેન પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાં હતાં. તેમને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બનવાનું પણ ગૌરવ પ્રાપ્ત થયું હતું. આનંદીબહેને લગભગ બે વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે રહ્યાં છે. વર્ષ ૧૯૮૬થી ૨૦૧૨ દરમિયાન તેઓ પાંચ વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યાં છે. ઉપરાંત ૧૬ વર્ષ સુધી સતત તેઓ રાજ્યસભાના વાઈસ પ્રેસિડેન્ટ પણ રહ્યાં છે. ઓગસ્ટ ૨૦૦૭માં ૧૩માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ હામીદ અંસારી સામે લડ્યાં હતાં. જોકે ૨૩૩ મતોથી તેમનો પરાજય થયો હતો.
વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી સતત બે ટર્મથી આ પદ પર છે. આગામી ૧૦ ઓગસ્ટના રોજ તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.રાજ્યસભામાં ૨૩૩ ચૂંટાયેલા સભ્યો છે અને ૧૨ નોમિનેટેડ સભ્યો છે જ્યારે લોકસભામાં ૫૪૩ ચૂંટાયેલા અને ૨ નોમિનેટેડ સભ્યો છે. આમ રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા તેમજ નોમિનેટેડ ૭૯૦ સાંસદો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકશે. ચૂંટણી પંચ દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ૫ ઓગસ્ટે ૭૯૦ સાંસદો દ્વારા દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવશે.
૧૦ ઓગસ્ટે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીનો કાર્યકાળ પૂરો થાય છે તે પહેલાં નવા ઉપરાષ્ટ્રપતિને ચૂંટવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ જણાવ્યું છે.ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ૭૯૦ માંથી ૩૯૩ મતની જરુર હોય છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન તરીકે પણ ફરજ બજાવે છે. મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ જણાવ્યું છે કે, કોઈપણ રાજકીય પક્ષ તેમના સાંસદોને કોઈ નિશ્ચિત ઉમેદવારને મત આપવા માટે વ્હીપ જારી કરી શકશે નહીં.

Related posts

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 51મો જન્મોત્સવ ઉજવાયો

editor

वकीलों के हित विरोधी बिल को वापस लेने की मांग हुई

aapnugujarat

વિરમગામમાં બાળકોએ બનાવ્યા ઈકો ફ્રેન્ડલી ગણેશજી

editor

Leave a Comment

UA-96247877-1