Aapnu Gujarat
રાષ્ટ્રીય

જીએસટી : એમઆરપીથી અલગ કોઇપણ પ્રકારના ટેક્સ રહેશે નહીં : હસમુખ અઢીયા

જીએસટી લાગૂ થઇ ગયા બાદ કોમોડિટીઝમાં સપ્લાય અને તેમની કિંમતો ઉપર નજર રાખવા માટે સરકારે એક કમિટિની રચના કરી છે. આજે જીએસટી સાથે જોડાયેલી અને દુવિધાઓને દૂર કરીને મહેસુલી સચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે, હજુ સુધી બે લાખ ૨૦૦૦ લોકોએ જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે. જીએસટી લાગૂ થઇ ગયા બાદ પ્રોડક્ટના એમઆરપીથી અલગ વસુલીને લઇને અઢિયાએ કહ્યું હતું કે, જીએસટી લાગૂ થઇ ગયા બાદ રિટેલ પ્રાઇઝમાં સુધારા થઇ શકે છે. જો એમઆરપીથી વધારે કિંમત રહેશે તો મેન્યુફેક્ચર્સને બે અખબારોમાં માહિતી આપવી પડશે અને પેકેટ ઉપર રિવાઇઝ એમરઆરપી લખવાની જરૂર પડશે. કિંમતો ઓછી હોવા પર જાહેરાત આપવાની જરૂર પડશે નહીં પરંતુ રિવાઇઝ એમઆરપી અલગથી લખવાની જરૂર પડશે. કોઇપણ ચીજવસ્તુના એમઆરપીમાં તમામ ટેક્સ સામેલ કરવામાં આવશે.
આના માટે અલગથી કોઇ પ્રકારના ટેક્સની વસુલી કરી શકાશે નહીં. અઢિયાએ એમ પણ કહ્યું હતુ ંકે, લોકો એવા પ્રશ્ન પુછી રહ્યા છે કે, જો ૨૦ લાખથી ઓછાના ટર્નઓવરવાળા કારાબોરીઓથી જીએસટી લેવામાં આવશે નહીં તો સરકારને કમાણી કઈ રીતે થશે. તેમણે ઉમેર્યું હતું કે, હોલસેલ દુકાનદારથી રિટેલરને ચીજવસ્તુ વેચાણ પર સરકારને ટેક્સ મળે છે પરંતુ કમ્પોઝિશન અથવા છુટછાટ હાસલ કરનાર ડિલરોને આની જરૂર હોતી નથી. તેમણે ઉમેર્યું હતું કે, જો અમે નાના રિટેલર્સથી ટેક્સ લઇ રહ્યા નથી તો પણ તેઓ અમને હોલસેલ દુકાનદારથી ચીજવસ્તુ વેચાણ પર મળી જાય છે. અઢિયાએ કહ્યું હતું કે, જીએસટીના યોગ્ય અમલીકરણ ઉપર નજર રાખવા માટે સરકારે ૧૫ વિભાગોના સચિવોની એક કમિટિની રચના કરી છે. કુલ ૧૭૫ અધિકારીઓને આ કામમાં લગાવવામાં આવ્યા છે. એક અધિકારી પાસે ચારથી પાંચ જિલ્લાની જવાબદારી રહેશે. જીએસટી બાદ કિંમતો અને સપ્લાય પર સરકારની નજર છે. તેમણે ઉમેર્યું હતું કે, હજુ સુધી ૨૨ રાજ્યોએ ચેકપોસ્ટ ખતમ કરી દીધા છે. એક મહિનાની અંદર તમામ રાજ્ય આ દિશામાં આગળ વધશે. અઢિયાએ કહ્યું હતું કે, હરિયાણા અને દિલ્હી બોર્ડર જેવા કેટલીક જગ્યાએ ચેકપોસ્ટ દૂર થયા નથી પરંતુ અહીં ચીજવસ્તુ પર ટેક્સ લેવામાં આવી રહ્યા નથી બલ્કે ગાડીઓની એન્ટ્રી પર ટેક્સ લેવામાં આવી રહ્યા છે. મહેસુલ સચિવે કહ્યું હતું કે, ટોલટેક્સ અને એન્ટ્રી ટેક્સ જીએસટીના હદમાં નથી. જીએસટી સાથે જોડાયેલા પ્રશ્નોના સરળ જવાબ માટે સરકારે એક નવી વ્યવસ્થા કરી છે. અઢિયાએ કહ્યું હતું કે, દુરદર્શનના નેશનલ ચેનલ પર છ દિવસ જીએસટી ઉપર ક્લાસ ચાલશે. આ ક્લાસ ત્રણ દિવસ હિન્દી અને ત્રણ દિવસ અંગ્રેજીમાં રહેશે. ગુરુવારથી આની શરૂઆત થશે. ગુરુવાર અને શુક્રવારે સાંજે ૪.૩૦થી ૫.૩૦ સુધી ક્લાસ ચાલશે જ્યારે શનિવારના દિવસે ક્લાસ બપોરે ૧૨.૦૦ વાગે રહેશે. ત્યારબાદ સોમવાર મંગળવાર અને અંગ્રેજીમાં ક્લાસ રહેશે.

Related posts

पूर्व RBI गवर्नर राजन ने मोदी सरकार पर उठाए सवाल

editor

PM to address a rally on December 22 at Delhi

aapnugujarat

केजरीवाल ने दिल्ली को बर्बाद कर दिया: गिरिराज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1