Aapnu Gujarat
Uncategorized

સોમનાથદાદાના દર્શન થયાં મોંઘા, સૌથી મોંઘા થયાં એસી રુમ

સમગ્ર દેશમાં જ્યારે ૧લી જુલાઇ થી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જી.એસ.ટીનો અમલ શરુ થઇ ગયો છે જેની અસર ક્રમશઃ ધર્મસ્થળોની યાત્રા દરમિયાન થતાં ખર્ચ પણ દેખાવા લાગી છે. ગુજરાતના દક્ષિણે સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકોને હવેથી જી.એસ.ટી અમલ અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી સોમનાથ આવતા યાત્રિકોને ભાડા ઉપરાંત કોઇ કરવેરા ન હતાં. પરંતુ જી.એસ.ટીનો અમલ થતાં ટ્રસ્ટના ગેસ્ટ હાઉસમાં, અતિથિગૃહોમાં નવા ભાડા ઉપરાંત વેરા સહિતની વસૂલાત ચાલુ થઇ ચૂકી છે. આ વધારો સૌથી વધુ એસી રૂમમાં જ લાગુ પડશે.
આ ઉપરાંત ટ્રસ્ટના ભોજનાલય અને રેસ્ટોરન્ટ ૧૨ ટકા એટલે કે રુપિયા ૩૫ના ૪૦, ૬૫ના ૭૫ અને સાગરદર્શનમાં બિલ ઉપર ૧૨ ટકા લેખે થશે. પાકિંગમાં વાહન પાર્ક માટેના મોટાવાહનોમાં રૂ.૩૦, નાના વાહનો રૂ. ૨૦ થશે. લાઇટ એન્ડ સાઉન્ડ શોની ફી રૂ.૨૫ છે તેમ જ નાના બાળકો, સ્કૂલ માટે રુપિયા ૧૫ છે તેમાં જી.એસ.ટી કર લાગવાપાત્ર હોવા છતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સચીવ પ્રવીણ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ કરની રકમ ટીકિટનો કોઇ વધારો કર્યાં વગર સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ યાત્રિકો અને પ્રવાસીઓ માટે ભોગવશે તેમ જણાવાયું હતું.

Related posts

રાજકોટ બાદ જામનગરમાં કોંગીનો આંતરિક વિખવાદ

aapnugujarat

જામનગરમાં વકીલની હત્યા બાદ સમાધાન અર્થે ગયેલા વકીલ ઉપર પિતા-પુત્ર દ્વારા હુમલો

aapnugujarat

Gujarat govt decided to go ahead with Navratri vacation in schools and colleges this year

aapnugujarat

Leave a Comment

UA-96247877-1