Aapnu Gujarat
ગુજરાત

નર્મદાડેમની જળસપાટીમાં વધારો

રાજ્યમાં સારા વરસાદને લઇને ખુશીનો માહોલ છે ત્યારે વરસાદ અને જળાશયોની સ્થિતિ સંદર્ભે એક સમીક્ષા બેઠક મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ત્રીજી જુલાઇ સવારે ૮-૦૦ કલાકની સ્થિતિએ વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ જળાશયો હાઇએલર્ટ તેમજ ૦૪ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૪૯૮૬.૩૭ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૫.૦૨ મીટરની સપાટીએ પહોંચ્યો છે. વધુમાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમી-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ-૦૪ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, મોરબી જિલ્લાના મચ્છ-ર અને ડેમી-ર એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ જળાશય માટે ચેતવણી આપવામાં આવી છે.

Related posts

લીંબડી સિવિલ કોર્ટ ખાતે જાહેર જનતા માટે કાનૂની મદદ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું

editor

પાલડી વિસ્તારમાં ભાડુઆતને મકાન માલિકે માર મારી કાઢી મૂકયો

aapnugujarat

અમદાવાદથી ગાંધીનગર જતાં વાહનચાલક ઇ-મેમોના રડારમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1