Aapnu Gujarat
ગુજરાત

લીંબડી સિવિલ કોર્ટ ખાતે જાહેર જનતા માટે કાનૂની મદદ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી , અમદાવાદ તેમજ નાલસા દ્વારા કરવામા આવેલ સુચના મુજબ તથા નામદાર ચેરમેન જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ , સુરેન્દ્રનગર ના સીધા માર્ગદર્શન હેઠળ લીંબડી સીવીલ કોર્ટ કમ્પાઉન્ડ માં ” લીગલ આસીસ્ટન્સ સેન્ટર ( કાનૂની મદદ કેન્દ્ર ) ” નું લીંબડીના એડિશનલ ડીસ્ટ્રીકટ જજ પી.જે.તમાકુવાળા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ ના ચેરમેન, તેમજ એડિશનલ સિવિલ જજ, તથા લીંબડી બાર એસોસીએશનના પ્રમુખની ઉપસ્થિતીમા જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. તાલુકા કાનૂની સેવા સમિતી , લીંબડીના સેક્રેટરી શ્રી વાય.ટી.મુલતાનીના જણાવ્યા મુજબ સદર લીગલ આસિસ્ટન્ટન્સ સેન્ટર ખાતે કાનૂની સહાય માટે પી.એલ.વી. ની નિમણૂંક કરવામા આવેલ છે . આ કાનૂની મદદ કેન્દ્ર દ્વારા જે કોઈ પક્ષકારો વકીલ રોકવા માટે સક્ષમ ન હોય તેમજ કોર્ટ કાર્ય પધ્ધિતીથી અજાણ હોય તેવા પક્ષકારોને કાનૂની સહાય મળી રહે તે અંગેનું યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તથા ઓન લાઈન લોક અદાલત તેમજ મધ્યસ્થી કેન્દ્ર ( મીડીયેશન સેન્ટર ) તથા અન્ય કોર્ટ કાર્યવાહી અંગેની વિડીયો કોન્ફરન્સ તેમજ ટેલી કોન્ફરન્સની ફેસેલીટી સંદર્ભે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમના કેસોની માહિતીનુ અપડેશન મળી રહેશે .

Related posts

लिंबायत में पुलिस के मुखबिर की हत्या और लोग देखते रहे

aapnugujarat

સાણંદ વ્યાજખોર આંતકના મામલામાં પાંચની ધરપકડ

aapnugujarat

મહેફિલ માણતાં ઝડપાયેલાં પીએસઆઈ સસ્પેન્ડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1