Aapnu Gujarat
ગુજરાત

પ્રાંતિજમાં ૩૦ ઈસમો સહિત ૧૦૦ માણસો ના ટોળા વિરૂધ્ધ ગુનો નોધાયો

પ્રાંતિજથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લાલપુર ખાતે વગર મજુરીએ ધાર્મિક પ્રસંગ નુ આયોજન કરવામા આવતા પ્રાંતિજ પોલીસ દ્રારા ૩૦ ઈસમો સહિત ૧૦૦ માણસો ના ટોળા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.
પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નિરજ કુમાર બડગૂજર તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સૂર્યવંશી ના માર્ગદર્શન હેઠળ હાલમા ચાલી રહેલ વિશ્વ ભરમા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ આર્ગેનાઈઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. પરંતુ પૂર્વ પરવાનગી વગર ધાર્મિક પ્રસંગો યોજાય તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં,પ્રાંતિજ તાલુકા ના લાલપુર ગામે મહાકાલી માતાજી તથા બળીયાદેવ મહારાજ ના મંદિરે ધાર્મિક પ્રસંગ નુ આયોજન કરી હવન કરી આખુ ગામ એક સાથે ઢોલ નગારા સાથે બાધા કરવા નિકળતા સોશિયલ ડીસટન નો ભંગ કરેલ હોવાની માહિતી પ્રાંતિજ પોલીસ ને મળતા પ્રાંતિજ પોલીસ દ્રારા ધાર્મિક પ્રસંગનુ આયોજન કરનાર લાલસિંહ ગંભીરસિંહ ઝાલા તથા વિમલસિંહ પ્રતાપસિંહ ઝાલા તથા અન્ય ૨૮ ઈસમો વિરૂધ્ધ નામ જોગ ફરિયાદ તથા આશરે ૧૦૦ જેટલા માણસોના ટોળા વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસે ગુન્હો દાખલ કરી તાત્કાલિક ધોરણે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી

Related posts

ઓઢવ ખાતે લક્ઝરી બસમાં યુવકની કરપીણ હત્યા કરાઈ

aapnugujarat

સુરેન્દ્રનગરમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

editor

ઉમા વિદ્યાલયના બાળકો દ્વારા બેટી બચાવો અંગે ખાસ ઝુંબેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1