ઉમા વિદ્યાલયના બાળકો દ્વારા બેટી બચાવો અંગે ખાસ ઝુંબેશ

Font Size

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો, બેટી પઢાઓના મહત્વાકાંક્ષી અને અભિયાનને અમદાવાદ જિલ્લાના બારેજા ખાતે આવેલી ઉમા વિશ્વ વિદ્યાલયના બાળકોએ અનોખો સંદેશો આપી સાર્થક કરી બતાવ્યું હતું. ઉમા વિશ્વ વિદ્યાલયના ધોરણ-૮ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓનો અનોખો સંદેશો રજૂ કર્યો હતો અને સમાજમાં આ સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની અનોખી પહેલ કરી હતી. વિદ્યાર્થીઓનો આ અનોખો ઝુંબેશ જોઇ એક તબકકે સૌકોઇ ભાવુક થઇ ગયા હતા. અમદાવાદ જિલ્લાના બારેજા ખાતે આવેલ ઉમા વિશ્વ વિદ્યાલય ખાતે તા.૯-૩-૨૦૧૮ના રોજ ધો.૮ (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. તેમાં વિવિધ રાજ્યના નૃત્ય, ડાન્સ, ફિંગર આર્ટસ તથા બેટી બચાઓ, બેટી પઢાઓના સંદેશ તેમજ સ્વચ્છતા આધારિત નાટકનું સુંદર આયોજન બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના સંચાલક ધ્રુવિ પારેખ તથા આચાર્ય મેઘા પરાસરે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં અને ભારે સંવેદનશીલતા સાથે બેટી બચાઓ, બેટી પઢાઓનો સામાજિક સંદેશો રજૂ કરતાં એક તબક્કે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફ તથા આમંત્રિત મહાનુભાવો ભાવુક થઇ ગયા હતા. સૌકોઇએ તાળીઓના ગડગડાટ અને અભિવાદન સાથે વિદ્યાર્થીઓના આ સામાજિક સંદેશો અને જાગૃતિ ફેલાવવાના અનોખા પ્રયાસને વધાવી લીધો હતો. ઉમા વિશ્વ વિદ્યાલયના બાળકોએ બેટી બચાઓ, બેટી પઢાઓના આ અનોખી ઝુંબેશ દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેરની અન્ય શાળાઓને પણ આ પ્રકારના આયોજન માટે એક ઉમદા પ્રેરણા પૂરી પાડી હતી.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *