Aapnu Gujarat
ગુજરાત

એલજી હોસ્પિટલની ઘોર બેદરકારી, વૃદ્ધાની બિમારીનું ઈન્જેક્શન યુવતીને આપી દીધું

મણિનગરની એલજી હોસ્પિટલમાં એક ૨૭ વર્ષીય યુવતીને મલેરિયા થતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આજ વોર્ડમાં એક ૭૫ વર્ષીય વૃદ્ધા સારવાર લઇ રહ્યા છે. ત્યારે હોસ્પિટલની નર્સ અને સહાયકો દર્દી સાથે કેટલી ઘોર બેદરકારી દાખવે છે તેનું ઉદાહરણ જોવા મળ્યં હતું.
એલજી હોસ્પિટલના ત્રીજા માળે આવેલ ફીમેલ વોર્ડમાં ૨૭ વર્ષની મકવાણા ચંદ્રિકા મીઠાભાઈ નામની અમરાઈવાડીના અંબિકાપાર્કમાં રહેતી યુવતીને પેટની ડુટીંના ભાગે વૃદ્ધાને લગાવવાનું ઈન્જેક્શન તેને લગાવી દીધું હતું. જો કે આ ઇન્જેકશન તેજ વોર્ડમાં આગળના ખાટલામાં સારવાર લઈ રહેલ ચંદિકાબેન નામની ૭૫ વર્ષની વૃધ્ધાને લગાવવાનુ હતું.
હોસ્પિટલની નર્સ તેમજ મેલ સહાયક બર્ધર્સની બેદરકારીથી વૃધ્ધાને લગાવવાનુ ઇન્જેકશન યુવતીને લગાવી દેતા મોટી મુશ્કેલી આવી પડી હતી. જે યુવતી મલેરિયાની સારવાર લઈને તેજ દિવસે રજા લઈને ઘેર જવાની તૈયારી કરી રહી હતી, તેને અચાનક તબિયત ખરાબ થઇ હતી, જેના કારણે તેને તાત્કાલિક નવી બિલ્ડીગના સકુંલમા નવમા માળે આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી.
આ મામલે હોસ્પિટલના સત્તાધીશો સામે પરિવારે હોબાળો કર્યો હતો. યુવતીના સ્વજનોએ હોબાળો કરીને મણિનગર પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી, અને પોતાની દીકરીની સારવાર કરી રહેલ જવાબદાર નર્સ અને સહાયક સામે ફરિયાદ કરી હતી.

Related posts

आदिवासी समाज को दी गई वनपैदाश की पूरी मालिकी

aapnugujarat

પાલનપુરના ટાકરવાડાના શિક્ષિત યુવાનોની પહેલ : ૫૦થી વધુ વિદ્યાર્થીઓને મફત ટ્યૂશન આપી કરી રહ્યાં છે અનોખી સેવા

aapnugujarat

उपरवास में भारी बारिश से नर्मदा बांध के ८ दरवाजे खुले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1