Aapnu Gujarat
ગુજરાત

એર ઈન્ડિયાના કર્મચારીઓની ને થશે ફાયદો પગાર અને મેડિકલ ઈન્સ્યોરન્સ બાદ હવે બીજો મોટો ફાયદો

ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાને હસ્તગત કરી છે . જેમાં આ સમય થી આ એરલાઈનના કર્મચારીઓ ને ફાયદો છે. જો કે આ અગાઉ, કંપની દ્વારા પગારમાં કપાત પાછું ખેંચવાની જાહેરાત કરાઈ હતી. જેમાં થોડા દિવસો પછી, આ કંપનીએ કર્મચારીઓ અને તેમના પરિવારો ને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે ગ્રુપ મેડિકલ ઇન્શ્યોરન્સ શરૂ કરવાની વાત કરી.

*શેરહોલ્ડર બનવાની તક*
એર ઈન્ડિયાના કર્મચારીઓને શેરહોલ્ડર બનવા માટે સારી તક અપાઈ છે. જેમાં આ એરલાઇન દ્વારા કર્મચારીઓને સ્ટોક ઓપ્શન અપાયુ છે. જો કે આ દરમિયાન તે કંપનીના શેરહોલ્ડર બની શકશે. જેમાં આ પ્રક્રિયા ના કંપનીનો હેતુ કર્મચારીઓની કામગીરીમાં સુધારો કરવાનો છે.

*ઈન્ડિગો અને સ્પાઈસજેટ પાસે પણ આ સુવિધા*
હાલ મીડિયા ના મતે , કર્મચારીઓની કામગીરી સુધારવા માટે પરફોર્મન્સ ઈન્ડિકેટર્સ પણ લાગુ કરાયો છે. આમા તમને જણાવી એ કે કંપનીઓ કર્મચારીને કંપનીમાં રહેવા માટે ESOP વિકલ્પ લાવે છે. જો કે આ કર્મચારીની કંપનીમાં હિસ્સેદારી છે. આનાથી કર્મચારીનું પ્રદર્શન સુધરે છે અને તે લાંબા સમય સુધી કંપનીમાં રહશે તો તેને સારું વળતર મળશે .

*મેડિકલ ઇન્શ્યોરન્સ પોલિસી 15 મેથી શરૂ થશે*

હાલ માં આ અગાઉ એર ઈન્ડિયાએ કર્મચારીઓને ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ ની માહિતી આપી હતી. જો કે આ દેશભરની મોટી હોસ્પિટલોના નેટવર્કમાં કર્મચારીઓ અને તેમના પરિવારોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ સુવિધા શરૂ કરાઈ હતી.

*પગાર કપાત પાછો ખેંચ્યો*

આ એર ઈન્ડિયા દ્વારા કહેવાયું છે કે કોરોના સમયમાં તબક્કાવાર આ કંપનીના કર્મચારીઓના પગારમાં કાપ પાછો ખેંચી લેવાઈ શકે છે. જો કે આ ફેરફાર પહેલી એપ્રિલથી લાગુ કરાયો છે. જેમાં આ એરલાઇન પાઇલોટ્સનું ફ્લાઇંગ એલાઉન્સ, સ્પેશિયલ પે અને વાઇડ બોડી એલાઉન્સ 20 ટકા, 25 ટકા અને 25 ટકા કરાયું હતું .

Related posts

અમદાવાદમાં દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં

aapnugujarat

જો કોંગીની સરકાર આવશે તો ગરીબને વર્ષે ૭૨ હજાર મળશે

aapnugujarat

બિન ખેતી બાદ પ્રિમીયમનું પણ કાર્ય ઓનલાઇન કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1