Aapnu Gujarat
ગુજરાત

બિન ખેતી બાદ પ્રિમીયમનું પણ કાર્ય ઓનલાઇન કરાશે

રાજ્ય સરકારે જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ અપાતી બિન ખેતી (નોન એગ્રીકલ્ચર-એનએ)ની પરવાનગી મેળવવાની કાર્ય પદ્ધતિને હવે ઓનલાઈન કરી લીધા બાદ હવે જમીનના પ્રીમિયમને લગતી તમામ કામગીરી પણ હવે આગામી માસથી ઓનલાઇન થઈ જશે. સરકારના આ નિર્ણયને પગલે જમીનધારકોને બહુ મોટી રાહત મળવાની આશા જાગી છે. જમીનધારકો ઓનલાઇન ઘેર કે ઓફિસ બેઠા-બેઠા જ પ્રિમીયમ સંબંધી તમામ કામગીરી કરી શકશે, જેના કારણે તેમનો સમય, શકિત અને નાણાંની બચત થશે અને વહીવટી પારદર્શિતા પણ વધશે તેવો સરકારના સૂત્રોએ દાવો કર્યો હતો. અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં કલેક્ટરના અધિકાર હેઠળ આવતાં તમામ વિસ્તારોમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે બિન ખેતીની પરવાનગીનો અમલ ઓનલાઇન કરાયા બાદ તેને પ્રારંભિક ક્ષેત્રે જ સફળતાં મળતાં હાલમાં રાજ્યભરમાં બિન ખેતીની પરવાનગીની તમામ કામગીરી ઓનલાઇન થઈ રહી છે. નવી શરતની જમીનનો કબજેદાર તેવી જમીન વેચાણ, બક્ષિસ, અદલોબદલો, ગીરો, પેટા, નામફેર (એસાઈન્મેન્ટ) કે ભાગલા આટલા વ્યવહારો માટે કલેક્ટર, રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવી તેમજ રાજ્ય સરકાર નક્કી કરે તેવી રકમમાં અવેજની ચૂકવણી રાજ્ય સરકારને કર્યેથી અને પ્રીમિયમની રકમ સરકારમાં ભર્યેથી રાજ્ય સરકાર ઠરાવે તે સંજોગોમાં કલેક્ટર જમીનના કબજેદારને તેવા વ્યવહારો કરવા માટેની પરવાનગી આપે છે. આ તમામ પ્રક્રિયા પણ હવે ઓનલાઇન કરવામાં આવશે.

Related posts

ગેસ ગળતર : આરવી ડેનીમના આરોપી માલિકોની અટકાયત

aapnugujarat

कांग्रेस विधायकों ने बालाराम महादेव मंदिर में दर्शन किए

aapnugujarat

અમદાવાદમાં ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1