Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાયો

હિતેશ ગજ્જર, અમદાવાદ

Covid-19ની મહામારી માંથી જ્યારે આખું વિશ્વ ધીમે ધીમે બહાર આવી રહયું છે,ત્યારે અંધકારમાંથી એક રોશનીની કિરણ દેખાઈ રહી છે. આ ઉત્સાહને ઉજવવા માટે અને શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના ઉપક્રમે 15 મી ઓગસ્ટ (રવિવારે )ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ યોજાઈ ગયું. આ કાર્યક્રમનું કો-ઓર્ડીનેશન અમદાવાદના ચિત્રકાર પ્રિયા આનંદ પરીયાણી એ કર્યું છે.આ કાર્યક્રમમાં શેઠ સી.એન.કોલેજ ઓફ આર્ટસ ના જાણીતા ચિત્રકાર શ્રી સુરેશ શેઠ, મનહર કાપડિયા,જીતુ ઓઘાણી, ગાયત્રી ત્રિવેદી,મનીષ મોદી અને રાજેશ બારૈયા એ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ સર્જન કર્યું. આ ઉપરાંત,નવોદિત કલાકાર અને ઉત્સાહી આર્કિટેકટ દિયા સોની અને પ્રિયા આનંદ પરિયાણીએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
SPANCO ફેમિલી જે એ.ઈ.ડી., ડેકોરેશન લાઇટસ,industrial lights અને પાવર સેવિંગ લાઈટસ મેન્યુફેક્ચરર છે.SPANCO ના શ્રી ભરત સોની (Founder & CEO) ના કહેવા મુજબ આપણા સમાજને ચિત્રકારને ચેતનવંતી જાગૃતતા લાવવા માટે આ કાર્યક્રમ ઉદાહરણ રૂપ બનશે. ભવિષ્યમાં પણ મોટી કંપનીઓ કલાક્ષેત્રમાં જોડાય અને કલાકારોના ઉત્સાહમાં વધારો કરે એવું એમનું કહેવું છે. જેથી કલાજગતને પ્રેરણા મળે અને તે મહેકતું રહે…..

Related posts

અનાજ પુરવઠાથી વંચિત ગરીબોને સહારે મહિલા કોંગ્રેસ સમિતિ

editor

નર્મદામાં પાણી ખૂટતાં રાજ્ય સરકારે તાકીદે બેઠક બોલાવી

aapnugujarat

ભિલોડામાં ભાજપના પદાધિકારીઓએ જ મને હરાવ્યો : બરંડાનો બળાપો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1