Aapnu Gujarat
ગુજરાત

મહિલાઓને ઈસ્યૂ કરાયેલી દારુની પરમિટમાં થયો વધારો

સ્ત્રીઓ હવે લગભગ દરેક ક્ષેત્રમાં પુરુષોને સમોવડી બની રહી છે. માર્કેટિંગ પ્રકારના હાર્ડવર્ક હોય કે એસીમાં બેસીને નોકરી કરવાની હોય તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓની હાજરી જાેવા મળી રહી છે. આ સાથે મહિલાઓ તરફ દારુ પીવાની પરમિટ માટે કરાતી અરજીમાં પણ મોટો વધારો થયો છે. કોરોનાકાળ (૨૦૨૦-૨૧) દરમિયાન મહિલાઓને મળતી લિકર પરમિટ લગભગ બમણી થઈ ગઈ છે. પોતાને દારુ પીવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત સાથે કેટલાક કારણો પણ મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષમાં પણ જે પરમિટ મળી છે તેના પણ આંકડા ભલભલાને આશ્ચર્યમાં મૂકી દે તેવા છે.
રિપોર્ટ્‌સ મુજબ વર્ષ ૨૦૧૭માં માત્ર ૫ મહિલાઓને દારુ પીવાની છૂટ આપવામાં આવી હતી. જે પછી બે ૨૦૧૮ અને ૨૦૧૯માં આંકડો અનુક્રમે ૧૧ અને ૩૫ થયો હતો. જાેકે, આ પછી બે વર્ષમાં મહિલાઓને મળેલી પરમિટમાં ભારે ઉછાળો આવ્યો હતો. આમ વર્ષ ૨૦૨૦થી મહિલાઓ લિકર પરમિટ માટે કરેલી રજૂઆત અને મંજૂરીનો આંકડો પાછલા વર્ષોની સરખામણીએ લગભગ બમણો થઈ ગયો છે.
કોરોનાકાળ દરમિયાન એટલે વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં પાછલા વર્ષોની સરખામણીમાં મહિલાઓને મળેલી લિકર પરમિટમાં મોટો ઉછાળો નોંધાયો છે જેમાં વર્ષ ૨૦૨૦માં ૫૭ મહિલાઓને જ્યારે વર્ષ ૨૦૨૧માં ૧૨૧ મહિલાઓને દારુ પીવાની પરમિટ આપવામાં આવી છે. આ પછી ચાલુ વર્ષ ૨૦૨૨માં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં એમ માત્ર ત્રણ જ મહિનામાં આ આંકડો ૪૬ પર પહોંચી ગયો છે. આ રિપોર્ટમાં ડૉક્ટર સાથે કરાયેલી વાતચીતમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. જે એન સોલંકી જણાવે છે પુરુષોની સરખામણીમાં મહિલાઓની અરજી ઓછી હોય છે પરંતુ હવે તેમાં વધારો થઈ રહ્યો છે.
લિકર પરમિટ હેલ્થ ગ્રાઉન્ડ પર મળતી હોય છે, જેમાં મહિલાઓ દ્વારા પણ આ મંજૂરી લેવા માટે ચોક્કસ પ્રકારની તકલીફો રજૂ કરવામાં આવતી હોય છે, જેમાં હાઈપર ટેન્શન, એન્ક્‌ઝાયટી (ચિંતા), ઈન્સોમ્નિયા (ઊંઘ ના આવવી)નો સમાવેશ થાય છે. અહીં ડૉક્ટર ૪૦ વર્ષથી વધુ ઉંમરના અરજદારોને લિકર પરમિટ આપવામાં આવતી હોય છે. આ અંગે શહેરના પ્રોહિબેશન એન્ડ એક્સાઈઝ વિભાગના સુપ્રિડેન્ડન્ટ આર એસ વસાવા જણાવે છે કે પાછલા કેટલાક વર્ષોમાં મહિલાઓને મળતી લિકર પરમિટમાં વધારો થયો છે. હેલ્થ ગ્રાઉન્ડ પર ૪૦ વર્ષથી વધુના અરજદારોને પરમિટ આપવામાં આવતી હોય છે. જેમાં અરજદારના ફાઈનાન્સિયલ અને મેડિકલ રિપોર્ટ્‌સ ધ્યાને લેવામાં આવતા હોય છે.

Related posts

अब मध्यमवर्ग को लाभ : छोटे प्लोट में भी मकान बना सकेंगे

aapnugujarat

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વિવિધ ફંડ રોકાણ માટે માર્ગ ખુલશે

aapnugujarat

અમદાવાદમાં પાણીજન્ય અને ઇન્ફેક્શનના કેસો હજુ વધ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1