Aapnu Gujarat
રાષ્ટ્રીય

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો

મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને વધુ એક થપાટ પડી છે. નવા મહિનાની શરૂઆત થતાની સાથે જ મોંઘવારીનો માર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે. ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જાે કે અહીં એક રાહતની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો નથી. આ ભાવ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ઝીંકાયો છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારા બાદ હવે ૧૯ કિલોગ્રામનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં ૨૨૫૩ રૂપિયા કરતા વધીને ૨૩૫૫.૫૦ રૂપિયા થયું છે. એટલે કે ગ્રાહકોએ પોતાના ખિસ્સામાંથી ૧૦૨.૫૦ રૂપિયા વધારે ખર્ચવા પડશે. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી બહાર પડાયેલા નવા ભાવ મુજબ આ વધારો હોટલ અને રેસ્ટોરામાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ સિલિન્ડર પર કરાયો છે.
જ્યારે ૫ કિલોવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ હવે ૬૫૫ રૂપિયા થયો છે. અત્રે જણાવવાનું કે ગયા મહિને પણ એલપીજી સિલિન્ડરોના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો હતો. એક એપ્રિલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૬૮.૫૦ વધારો થયો હતો. કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનોવાળા વધુ કરે છે. હવે આ સિલિન્ડરના ભાવમાં વધારો થતા તેમનું માસિક બજેટ પણ ખોરવાઈ શકે છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગો કે અન્ય શુભ પ્રસંગોમાં કેટરિંગવાળા પણ આ સિલિન્ડરનો ઉપયોગ કરે છે જેના કારણે આડકતરી રીતે આ ભાવ વધારો તમારા ઘરના બજેટ ઉપર પણ અસર કરી શકે છે.
સરકાર દર છ મહિને ૧ એપ્રિલ અને ૧ ઓક્ટોબરે દરો નક્કી કરે છે. યુએસ, કેનેડા અને રશિયા જેવા સરપ્લસ ગેસ ધરાવતા દેશોમાં જાહેર કરવામાં આવતા વાર્ષિક સરેરાશ ભાવોના આધારે આ નક્કી કરવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર ગેસના ભાવમાં વધારાને કારણે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સીએનજી અને પીએનજીજના દરોમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થઈ શકે છે. ઇકરા લિ. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અને કો-હેડ (કોર્પોરેટ રેટિંગ્સ) પ્રશાંત વશિષ્ઠે જણાવ્યું હતું કે, “ઘરેલું ગેસના ભાવમાં વધારો વૈશ્વિક ગેસ સ્ટેશનો પરના ભાવમાં વધારાને કારણે છે. ગેસના ભાવમાં વધારાથી ભારતીય ગેસ ઉત્પાદક કંપનીઓને રાહત મળશે કારણ કે મોટા ભાગના ક્ષેત્રોમાંથી અગાઉના ભાવે ગેસનું ઉત્પાદન ખોટ કરતો સોદો હતો. શહેરોમાં સીએનજી અને પીએનજીનો પુરવઠો ર્ંદ્ગય્ઝ્ર દ્વારા ઉત્પાદિત ગેસમાંથી આવે છે.

Related posts

जुलाई में २०० किसान संगठन करेंगे किसान मुक्ति यात्रा

aapnugujarat

ગાઝીયાબાદમાં ઓલા કેબના ડ્રાઈવરે એકલી મહિલાને જોઈ પેન્ટની ઝીપ ખોલી, ફરિયાદ બાદ ધરપકડ

aapnugujarat

जीएसटी पर मेगा शो में भंग डालने की तैयारी में कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1