Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગાઝીયાબાદમાં ઓલા કેબના ડ્રાઈવરે એકલી મહિલાને જોઈ પેન્ટની ઝીપ ખોલી, ફરિયાદ બાદ ધરપકડ

ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાંથી ૩૦ વર્ષની એક મહિલાએ મુંબઈમાં એપ્લિકેશન આધારીત કેબ સર્વિસ પ્રોવાઈડરના ડ્રાઇવર પર અશ્લીલ હરકતનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપી ડ્રાઈવરનું નામ અરૂણ તિવારી છે. અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદ કરનાર મહિલા સોમવારે યુપીના ગાઝીયાબાદથી, મુંબઈ કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે આવી હતી. ત્યારે બુક કરાવેલી ઓલા કેબના ડ્રાઈવરે તેની એકલતાનો લાભ લઈ અશ્લીલ હરકતો કરી હતી.
હાલ તો મહિલાની ફરિયાદના આધારે ડ્રાઈવરની ધરપકડ કરી તેને જેલ હવાલે કરાયો છે.પોલીસ અધિકારીને મળેલી ફરિયાદ મુજબ યુપીના ગાઝીયાબાદમાં રહેતી ૩૦ વર્ષની મહિલા સોમવારે મુંબઈ કોઈ કંપનીમાં ઈન્ટરવ્યૂ આપવા આવી હતી.
ઝોન પાંચના ડેપ્યુટી કમિશનર રાજીવ જૈને કહ્યું કે,આ મહિલાએ અંધેરીથી પરેલ જવા માટે ઓલા કેબ બુક કરાવી હતી, જ્યારે તે કેબમાં બેઠી ત્યારે તેમાં અન્ય મુસાફરો પણ બેઠા હતા. પરંતુ જયારે ટેક્સી શિવારીજ પાર્ક નજીક એસ.કે.બોલે માર્ગ પર પહોંચી ત્યાં સુધીમાં તે કેબમાં એકલી થઈ ગઈ હતી.
મહિલાની ફરિયાદમાં જણાવ્યા મુજબ,તે તેના ફોનમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક જોયું કે કેબ કોઈ જગ્યાએ ઊભી છે અને તેના આક્ષેપ મુજબ કેબના ડ્રાઈવરે તેના પેન્ટની ઝીપ ખોલી હતી.ડ્રાઈવરની કરતૂતથી મહિલાને આંચકો લાગ્યો હતો અને તે તરત જ કારમાંથી ઉતરી ભાગી હતી. ત્યારે ત્યાંથી પસાર થતાં કેટલાંક લોકોને મહિલાએ નજીકના પોલીસ સ્ટેશન અંગે સરનામું પૂછ્યું હતું. અને જે બાદ મહિલા શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન પહોંચી હતી.રાજીવ જૈનના જણાવ્યા મુજબ પોલીસે મહિલાના આક્ષેપ મુજબ સેકસન ૩૫૪ અંતર્ગત ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ ડ્રાઈવરને રજીસ્ટ્રેશન નંબર તેમજ મહિલાએ કેબ બુક કરાવી હતી ત્યારે મળેલા તેના મોબાઈલ નંબરના આધારે પકડવામાં આવ્યો છે.આ ઘટના અંગે ઓલા કેબના પ્રવક્તાએ કોઈ પ્રતિક્રિયા આપવાની ટાળી હતી.

Related posts

નાણામંત્રી કોણ છે તે અંગે મોદીને કોંગીનો નવો પ્રશ્ન

aapnugujarat

पीओके पर कभी भी ऐक्शन के लिए तैयार : आर्मी चीफ बिपिन रावत

aapnugujarat

असम में बाढ़ से हाल विकराल

editor

Leave a Comment

UA-96247877-1