Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં પાણીજન્ય અને ઇન્ફેક્શનના કેસો હજુ વધ્યાં

અમદાવાદ શહેરમાં મિશ્ર સ્થિતિ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય કેસો ફરી એકવાર સપાટી ઉપર આવ્યા છે. વર્ષ ૨૦૧૮ની શરૂઆત થયા બાદથી સાદા મેલેરિયાના ૪૦ કેસો નોંધાઈ ચુક્યા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૧૯ કેસો સપાટી ઉપર આવ્યા છે. ડેંગ્યુના ૨૩ કેસ નોંધાઈ ચુક્યા છે. આવી જ રીતે પાણીજન્ય રોગની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના ૫૩૭ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ૨૦૧૮માં હજુ સુધી કમળાના ૨૦૪ અને ટાઇફોઇડના ૧૮૩ કેસ નોંધાયા છે. જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૫૪૩૦૨ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ત્રીજી ફેબ્રુઆરી સુધીમાં ૬૯૬૭ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જાન્યુઆરી મહિનામાં ૧૩૪ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે જેમાં તપાસ કરાઈ રહી છે જેમાં ચાર નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. ૪૩ નમૂના તપાસના બાકી છે. ત્રીજી ફેબ્રુઆરી સુધી ૨૮ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂના તપાસવાના હજુ સુધી બાકી છે. આવી સ્થિતિમાં પરિણામને લઇને ચર્ચા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે.ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી.મ્યુનિસિપલ કમિશનરે પણ ગત વર્ષે ઈજનેર અને હેલ્થ વિભાગના અધિકારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળતી પોલ્યુશનની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા મામલે અનેક વખત રિવ્યુ બેઠકમાં ઠપકો પણ આપ્યો હતો.આમ છતાં પણ મ્યુનિસિપલ તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી ન હતી. અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતથી હજુ સુધીમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૫૩૭ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત પાણીજન્ય એવા કમળાના પણ ૨૦૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ટાઈફોઈડના કુલ ૧૮૩ કેસ નોંધાવા પામ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગના કેસની સ્થિતિ અંગે જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં સાદા મેલેરીયાના ૪૦ કેસ અને ઝેરી મેલેરીયાના ૧૯ અને ડેન્ગ્યુના ૨૩ કેસ સપાટી પર આવવા પામ્યો છે.

Related posts

प्रधानमंत्री ने डिसेलिनेशन प्लांट, रिन्युएबल एनर्जी पार्क का शिलान्यास किया

editor

અમદાવાદ : રેલ્વે સ્ટેશન બહાર પેસેન્જર માટે રીક્ષા ચાલકોનો રાફડો

aapnugujarat

તબીબોને હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીની અપીલ

editor

Leave a Comment

UA-96247877-1