Aapnu Gujarat
ગુજરાત

તબીબોને હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીની અપીલ

ગુજરાતમાં આવેલી ૮ જીએમઇઆરએસ કોલેજના તબીબો આજે હડતાળ પર ઉતર્યા હતા. ગુજરાતના ૭૦૦ જેટલા તબીબો બપોરે ૧૨ વાગ્યાથી હડતાળ પર ઉતર્યા છે. સિવિલ કેમ્પસમાં આવેલા ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ પાસે યુનાઇટેડ નર્સિસ ફોરમના સભ્યો એકઠા થયા હતા. છેલ્લા ૧ વર્ષથી કોવિડ ડ્યુટી કરતા યુનાઇટેડ નર્સિસ ફોરમ સાથે સંકળાયેલા કર્મીઓમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. સરકારના ઉદાસીન અને ઉપેક્ષિ વલણ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ત્યારે મુખ્યમમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં નર્સ સહિતના સ્ટાફની લડાઈમાં સુંદર ભૂમિકા છે એટલા જ માટે આ લડાઈ આપણે લડી શકીએ છીએ. નાના-મોટા પ્રશ્નો અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં ઊભા થયા હોય ત્યારે રાજ્ય સરકાર હંમેશા હકારાત્મક રહી છે.
અત્યારે મેડિકલ કોલેજના પ્રાધ્યાપક હડતાલ ઉપર છે આથી ચાર દિવસ પહેલા જ એની સાથે વાત કરી હતી. પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપી છે આરોગ્ય સચિવ નાણાં સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના સચિવ સાથે એક એક પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી.
પ્રજાને આવા સમયે બાનમાં રાખી શકાય એટલા માટે મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી. ટૂંક સમયમાં રાજ્ય સરકાર નિર્ણય કરશે. આરોગ્ય વિભાગનો વિરોધ નથી, આ સ્વાભાવિક છે તેમની લાગણીઓ છે પ્રદૂષિત કરી રહ્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આ કપરાકાળમાં પણ તેમની કામગીરી ખૂબ સારી રહી છે. ત્યારે હડતાલને બદલે ટેબલટોક ઉપર વાત થાય તો પ્રશ્ન પૂરા થશે.

Related posts

હરણી બોટ દુર્ઘટના કેસમાં ફરાર ત્રણ આરોપીની ધરપકડ

aapnugujarat

યુવાનોને રમત-ગમત ક્ષેત્રે વધારે પ્રોત્સાહનો અપાશે : ઈશ્વરસિંહ પટેલ

aapnugujarat

Gujarat ATS arrested wanted Terrorist Abdul Wahab Sheikh in Ahmedabad

aapnugujarat

Leave a Comment

UA-96247877-1