Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠા સર્કિટ હાઉસમાં કૃષિ યુનિ.નાં રોજમદાર કામદારોનાં પ્રશ્ને બેઠક મળી

દલિત સેના ગુજરાત પ્રદેશ દ્વારા તા.૦૨-૧૨-૨૦૧૮નાં રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ યુનિવર્સિટીમાં રોજમદાર તરીકે કામ કરતાં લોકોને મળવાપાત્ર રકમ અને બીજા લાભો મળી રહે તે હતો.


આ મહત્વપૂર્ણ બેઠક દલિત સેના ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ ડાહ્યાભાઈ પરમારનાં અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ઉત્તર ઝોનનાં સંયોજક કનુભાઈ ચૌહાણ, મધ્ય ઝોનનાં સંયોજક જ્યંતિભાઈ ઉસ્તાદ, ડિસ્ટ્રીક્ટ અધ્યક્ષ બળદેવભાઈ પંડ્યા, પાટણથી શિવાજી ગોહિલ, અમદાવાદ શહેરનાં મહાસચિવ મિલિંદ પરમાર, મહિલા અધ્યક્ષ સલમાબાનુ શેખ, શહેનાઝ પઠાણ, સમીરા શેખ, પિનાકીન રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.
‘આપણું ગુજરાત’ દૈનિકનાં તંત્રી અને અનુસુચિત જાતિ હિતરક્ષક સંઘનાં સભ્ય તરીકે મને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેં રોજમદાર તરીકે કામ કરતાં લોકોને મળવાપાત્ર રકમ અને બીજા લાભો મળે તે માટે સરકારશ્રીમાં યોગ્ય રીતે રજુઆત કરીશ અને તેમનાં પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે અંગત રસ લઈ મદદ કરવાની ખાતરી આપી હતી.

Related posts

પારૂલ યુનિવર્સિટી ઘટનાના પ્રશ્ને બધી કાનુની કાર્યવાહી કરાઈ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

aapnugujarat

गुजरात में ११,००० करोड़ के प्रॉजेक्ट १३ दिन में घोषणा

aapnugujarat

जैसोर वाइल्ड लाइफ सेंचुरी में दिखी दुनिया की छोटी दुर्लभ बिल्ली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1