Aapnu Gujarat
ગુજરાત

વિરમગામનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે યુવા શક્તિ ગ્રુપ અને રામ મહેલ મંદિરનાં મહંતે આવેદનપત્ર આપ્યું

વિરમગામ શહેરનાં વિવિઘ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, ગંદકી સહિતના પ્રાણપ્રશ્નોને લઇને યુવા શક્તિ ગ્રુપનાં યુવાનોએ તાલુકા સેવા સદન કચેરી બહાર થોડા મહિનાઓ પહેલા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને તેમની સાથે વિરમગામ શહેરનાં ઐતિહાસિક રામમહેલ મંદિર ગૌશાળાના પ્રશ્નને લઇને મહંત રામકુમારદાસજી બાપુ ઉપવાસ પર બેઠેલા હતા.
સરકારી અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં આવશે તેવી બાંહેધરી મળ્યા બાદ ઉપવાસીઓએ પારણાં કર્યાં હતાં પરંતુ આજદિન સુધી વિરમગામના પ્રશ્નોના નિરાકરણ માટે ઠોસ કામગીરી કરવામાં આવી નથી તેમ યુવા શક્તિ ગ્રુપે જણાવ્યું હતું. વિરમગામના યુવા શક્તિ ગ્રુપ અને રામ મહેલ મંદિરના મહંત દ્વારા પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિરમગામના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી કરવા જણાવ્યું હતું. વિરમગામના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ૨૨ ડિસેમ્બરથી યુવા શક્તિ ગ્રુપ અને મહંત રામકુમારદાસજી બાપુએ આંદોલનની ચિમકી આપી હતી.
(અહેવાલ / તસવીર :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

જિજ્ઞેશ ભજીયાવાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

aapnugujarat

ગુજરાતમાં હાર્દિક પટેલ ફેક્ટર ફેઈલ

aapnugujarat

सीएम ने राधनपुर तहसील के पेदाशपुर गांव की मुलाकात ली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1