Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં હાર્દિક પટેલ ફેક્ટર ફેઈલ

આખા દેશની જેમ ગુજરાતમાં પણ ભગવો લહેરાઈ રહ્યો છે અને કોંગ્રેસને પછડાટ મળી છે. ગુજરાત-કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે હાર્દિક પટેલ પર ઘણો મદાર રાખવામાં આવ્યો હતો. હાર્દિક પટેલને પોતાની સભાઓ માટે હેલિકોપ્ટર સહિતની સુવિધાઓ પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી અને જનસભાઓમાં કૉંગ્રેસી ઉમેદવારો તરફથી હાર્દિકની માંગ પણ ઘણી હતી, આમ છતા કોંગ્રેસનું હાર્દિક પટેલ ફેક્ટર ગુજરાતમાં ફેઈલ ગયું છે. કોંગ્રેસને ગુજરાતમાં અપેક્ષા મુજબના પરિણામો મળ્યા નથી.ગુજરાતમાં કૉંગ્રેસની હારને જોતા હાર્દિક પટેલે ટિ્‌વટ કર્યું છે. ટિ્‌વટમાં હાર્દિક પટેલે જણાવ્યું કે કોંગ્રેસ નહી પરંતુ બેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યું છે, મહિલાઓનું સન્માન હાર્યું છે, સામાન્ય જનતા સાથે જોડાયેલો દરેક મુદ્દો હાર્યો છે. હાર્દિકે પોતાના ટિ્‌વટમાં કહ્યું કે સાચુ કહીએ તો ભારતની જનતા હારી છે.મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલને પ્રચાર માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ પાસના નેતામાંથી હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ પકડી અને કોંગ્રેસમાં જોડાઈ જતા હાર્દિક પટેલને જે જન સહકાર મળી રહ્યો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. અને સભાઓ દરમિયાન હાર્દિક પટેલનો અનેક જગ્યાએ વિરોધ પણ થયો હતો.કૉંગ્રેસે સૌરાષ્ટ્રની લોકસભા બેઠકો પર હાર્દિકના પ્રભાવથી લાભ મેળવવાની ગણતરી રાખી હતી, પણ એ નિષ્ફળ ગઈ છે અને પાટિદારો સહિતની ગુજરાતની પ્રજાએ પરંપરાગત રીતે બહુમતી મત તો ભાજપના ખોળામાં જ ઠાલવ્યા છે.

Related posts

સુજલામ-સુફલામ જળસંચય અભિયાન આજથી શરૂ કરાશે

aapnugujarat

નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ પેન્શન કાર્ડ વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ચૂંટણી નજીક છે, પણ સરકારી કર્મચારીમંડળો પોતાની માગણીને લઈને આંદોલનો શરૂ કરી દીધાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1