Aapnu Gujarat
બ્લોગ

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી : ૨૦૨૬ સુધી મોદી જ રહેશે દેશના શહેનશાહ

લોકસભા ચૂંટણી ૨૦૧૯નું વલણ સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ પૂર્ણ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઇ ગયું છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ગત ૫ વર્ષની મોદી સરકારમાં ભારતની ગણના વિશ્વના શક્તિશાળી દેશોમાં થવા લાગી છે. જો કે વડાપ્રધાન મોદીના શાસનમાં દેશની પ્રગતિ થશે તેવી ભવિષ્યવાણી આજથી અંદાજે ૪૫૦ વર્ષ પહેલા થઈ ચુકી હતી. જાણીને આશ્ચર્ય જરૂરથી થશે પરંતુ વિશ્વવિખ્યાત જ્યોતિષ નાસ્ત્રેદમસે વડાપ્રધાન મોદી વિશે અને તેમનો શાસનકાળ કેટલા વર્ષનો રહેશે તે અંગે ભવિષ્યવાણી વર્ષો પહેલા કરી દીધી હતી.
૧૫મી સદીમાં જન્મેલા નાસ્ત્રેદમસ ફ્રાંસના પ્રસિદ્ધ ડૉક્ટર-શિક્ષક હતા, જેઓ પ્લેગની બીમારીની સારવાર કરતાં. પરંતુ તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત તેમની કવિતારૂપે કરેલી ભવિષ્યવાણીથી થયા. તેમણે કરેલી ભવિષ્યવાણીઓ જે સત્ય સાબિત થઈ તેમાં હિટલરના શાસન, અમેરિકામાં થયેલો ૯/૧૧નો હુમલો, કેટલીક કુદરતી આફતોનો સમાવેશ થાય છે. આ તમામ ભવિષ્યવાણી સાથે તેમણે એક એવા શાસક વિશે પણ ઉલ્લેખ કર્યો છે જે ભારત માટે ‘સુવર્ણ યુગ’ લાવશે અને ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવશે. ભારતની રાજનીતિ સંદર્ભે નાસ્ત્રેદમસે ૪૫૦ વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી.
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં જણાવાયું છે કે ભારતમાં એક એવી વ્યક્તિ શાસન પર આવશે જે એક નિર્ધન ઘરમાં જન્મેલી હશે પરંતુ દુનિયા માટે મુક્તિદાતા કહેવાશે. લોકો શરૂઆતમાં તેને નફરત પણ કરશે પરંતુ પછી તેને અઢળક પ્રેમ મળશે. ભવિષ્યવાણી અનુસાર તેનો શાસન કાળ ૨૦૧૪થી ૨૦૨૬ સુધી રહેશે અને આ ૨૦ વર્ષમાં તે દેશની દિશા બદલવા માટે સતત કાર્યો કરશે. આ વ્યક્તિ પોતાના સુશાસનથી ભારતને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવશે.
નાસ્ત્રેદમસ પોતાના પુસ્તક અંગે પણ કહ્યું હતુ કે જે તેઓ કહી રહ્યા છે તેને સમય સાચું સાબિત કરશે. તેમણે ભવિષ્યવાણીમાં સ્થળ અને સમયને ગુપ્ત રાખવા ખાસ ચિન્હોનો ઉપયોગ કર્યો છે આ તમામનું અવલોકન કરી માનવામાં આવે છે કે ઉપરોક્ત ભવિષ્યવાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કરવામાં આવી છે. નાસ્ત્રેદમસનું મૃત્યુ સન ૧૫૬૬માં થયું હતું.
૧૬મી સદીના મશહૂર ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ વિશે કહેવાય છે કે તેમણે હજારો ઐતહાસિક ઘટનાઓ વિશે પહેલાથી જ ચોક્કસ ભવિષ્યવાણી કરી દીધી હતી જેમાં હિટલરનો ઉદય અને ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધરાશાયી થવાની ઘટના પણ શામેલ છે. એવું પહેલી વાર નથી કે જ્યારે કોઈ ભાજપ નેતાએ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીનો સહારો લેતા નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. એમાં પહેલા ગૃહરાજ્યમંત્રી કિરન રિજિજૂએ પણ પોતાના ફેસબુક પેજ પર આવી જાતની ટિપ્પણી કરી હતી કે નાસ્ત્રેદમસે ભારતને નવી ઉંચાઈ પર લઈ જનારા જે નેતા વિશે ભવિષ્યવાણી કરી હતી તે નરેન્દ્ર મોદી જ છે.
આ પહેલા ભાજપના લોકસભા સાંસદ કિરીટ સોમૈયાએ સંસદમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એ શખ્સ છે જેના વિશે ફ્રાંસીસી ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે કહ્યું હતું કે તે ભારતને એક નવી ઉંચાઈ પર લઈ જશે. સોમૈયાએ કહ્યું કે નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે પૂર્વમાં એક નેતા ઉભરશે જે ભારતને નવી ઉંચાઈઓ પર લઈ જશે. મોદી જ તે નેતા છે.

Related posts

कैंसर की वजह से पीड़ित महिला की संख्या ज्यादा मौत के मामले में पुरुष आगे

aapnugujarat

સદીના અંત સુધીમાં ૨૦૦૦ મીટર સુધીનું સમુદ્ર-જળ વધી જશે

editor

ચીનનું આક્રમક વલણ ભારત માટે ખતરનાક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1