Aapnu Gujarat
ગુજરાત

પાલનપુરના ટાકરવાડાના શિક્ષિત યુવાનોની પહેલ : ૫૦થી વધુ વિદ્યાર્થીઓને મફત ટ્યૂશન આપી કરી રહ્યાં છે અનોખી સેવા

રાજ્યમાં એક તરફ મોંઘીદાટ ફી ભરીને વાલીઓ પોતાના બાળકોને ખાનગી ટ્યૂશન કરાવે છે એવામાં બનાસકાંઠાના પાલનપુરના ટાકરવાડાના ૩ શિક્ષિત યુવાનો ૫૦થી વધુ બાળકોને મફત ટ્યૂશન આપીને અલગ રાહ ચીંધી છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી ૧૫ કિલોમીટર દૂર આવેલા ટાકરવાડા ગામના ૩ મિત્રોએ એક નવી જવાબદારી ઉપાડી છે.
ગામના યુવક વિવેક ઠાકોરએ તેમના બે મિત્ર રોહિત ટાકરવાડીયા અને હસમુખ ટાકરવાડીયાની સાથે મળીને ગામના ૫૦થી વધુ વિદ્યાર્થીઓને દરરોજ મફત ટ્યૂશન આપે છે.વિવેકે પોતે કેમેસ્ટ્રી વિષય સાથે બી.એસસી અને બી.એડ્‌નો અભ્યાસ કરેલો છે અને હાલમાં ટેટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યો છે.તેના સાથી મિત્ર રોહિત ગ્રેજ્યુએટ છે અને હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને હસમુખ પોતે હાલમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.પોતાને આવા સરાહનીય કાર્ય અંગે પ્રેરણા ક્યાંથી મળી તે અંગે વાત કરતા વિવેક જણાવે છે કે પોતાના અભ્યાસ કાળમાં વિવિધલક્ષી વિદ્યામંદિર પાલનપુરના શિક્ષકોમાંથી તેણે આ પ્રેરણા મળી હતી અને આ કામની શરૂઆત તેણે તેના ગામના ધોરણ ૧થી ૧૦માં અભ્યાસ કરતા બાળકોને મફત ટ્યૂશન આપવાની શરૂઆત કરી.પોતે આમ તો સૌપ્રથમ તેના ઠાકોર સમાજના બાળકોને શિક્ષિત કરવાનો હેતુ સેવ્યો હતો પરંતુ તેની આ કામગીરી સારી રીતે ચાલતા તેમણે તમામ સમાજના બાળકોને મફત ટ્યૂશન આપવાની શરૂઆત કરી.વિવેક તેના મિત્રો સાથે મળીને છેલ્લા ૬ મહિનાથી મફત ટ્યૂશનનો સેવા યજ્ઞ પોતાના નિવાસ સ્થાને ચલાવે છે અને ફ્રી સમયમાં તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે.પોતાના આગામી સમયના ભાવિ સ્વપ્ન અંગે વાત કરતા તેણે જણાવ્યું હતુ કે આ પ્રકારના સેવા કાર્યો દરેક ગામમાં શિક્ષિત યુવાનો શરૂ કરે અને પોતાના જ ગામના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અંગે પોતાનું યોગદાન આપે અને તેમના સેવાકાર્યમાં શિક્ષકો પણ જોડાય.આમ તો વિવેક એક શિક્ષિત સમાજમાંથી આવે છે તેમના પિતાશ્રી પ્યૂન તરીકે ફરજ બજાવે છે અને તેમના બહેન ધોરણ ૧૧ અને ૧૨માં કેમેસ્ટ્રી વિષયના શિક્ષિકા છે.જુલાઈ માસમાં ૫ વિદ્યાર્થીઓને મફત ટ્યૂશન આપવાની શરૂઆત કરનાર વિવેક અત્યારે ૫૦થી વધુ બાળકોને મફત ટ્યૂશન આપી રહ્યાં છે.

Related posts

અરવલ્લી જિલ્લામાં ગૌણ સેવાની પરીક્ષાને લઇને તંત્ર તૈયાર, ઉચ્ચ શિક્ષણ નિયામક એમ. નાગરાજનની અધ્યક્ષતામાં બેઠક

aapnugujarat

પાવીજેતપુરમાં કોરોના પોઝિટિવના ૨ કેસ નોંધાયા

editor

अहमदाबाद में पति ने पत्नी के प्राइवेट पार्ट में भरा लाल मिर्च पाउडर

editor

Leave a Comment

UA-96247877-1