Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં કોરોના પોઝિટિવના ૨ કેસ નોંધાયા

પાવીજેતપુર મોટી બજારમાં પંચાલ પરિવારના ૨ કેસ કોરોના પોઝિટિવ આવતા તાલુકામાં ૧૨ કેસ કોરોના પોઝિટિવના કેસ થયા છે. પાવીજેતપુર નગરમાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતા આરોગ્યની ટીમ મોટી બજારમાં જઈ કાર્યવાહીમાં લાગી જવા પામી છે. પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો વિકાસ રંજનના જણાવ્યા મુજબ પાવીજેતપુર નગરમાં મોટી બજારમાં રહેતા પ્રવિણાબેન મુકુંદભાઈ પંચાલ ( ૫૦ વર્ષ) તેમજ શંકરભાઈ રમણભાઇ પંચાલ (૬૨ વર્ષ) બંનેની તબિયત થોડી બગડતા તેઓને કોરોના પોઝિટિવ હોવાની શંકા જતા તાત્કાલિક છોટાઉદેપુર જઇ કોરોનાનો નમૂનો આપ્યો હતો જેમાં આ બંને પંચાલ પરિવારના સભ્યોનો કોરોના પોઝિટિવ કેસ આવતા તેઓને છોટાઉદેપુર ખાતેના કોવિડ- ૧૯ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ પાવીજેતપુર તાલુકાના ગામડામાં ૭ તેમજ પાવીજેતપુર નગરમાં ૫ કોરોના પોઝિટિવ કેસ મળી કુલ કોરોના પોઝિટિવ ૧૨ કેસ પાવીજેતપુર તાલુકામાં નોંધાવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાવીજેતપુર નગરમાં સૌથી પ્રથમજ્યાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો તે બેડા ફળિયામાં આજ રોજ પતરા ખસેડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
(અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવના મેદાનમાં ભાતીગળ લોકમેળાની પરમિશન ન આપવા લેખિત રજુઆત કરાઇ

aapnugujarat

પંચમહાલ એલસીબીએ ઘરફોડ ઝડપ્યો

editor

રામદાસ આઠવલેની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા દલિતો, કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1