Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર ખાતે કોવિડ કેર અને હેલ્થ સેન્ટરનું ઉદઘાટન કરાયું

છોટાઉદેપુર ખાતે આવેલી સરકારી પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર અને હેલ્થ સેન્ટરનું સાંસદ ગીતા રાઠવા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્‌ઘાટન કાર્યક્રમ દરમિયાન સાંસદે કોરોના મહામારીના આ કપરા કાળમાં કોરોના વાયરસથી બચવા માટે રાખવાની તકેદારીઓ અંગે વિગતે જાણકારી આપી હતી. તેમણે છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો પ્રભાવ ન વધે એ માટે સૌએ ખૂબ કાળજી રાખવી પડશે એમ જણાવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ આ કોવિડ કેર અને હેલ્થ સેન્ટરમાં કોઇને આવવું ન પડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ એમ કહ્યું હતું.
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કોરોના મહામારીને પગલે સામાન્ય સૌને ખૂબ તકલીફ પડી હોવાનું જણાવી આ મહામારીને ભગવાન વહેલી તકે નાબુદ કરે એવી અભ્યર્થના વ્યકત કરી હતી. વધુમાં તેમણે છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાયરસની અસર પ્રમાણમાં ઓછી છે જે વધે નહીં એ માટે સૌએ સાવચેતી રાખવાની જરૂર છે એમ જણાવ્યું હતું.
સાંસદ ગીતા રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ કોવિડ કેર અને હેલ્થ સેન્ટરમાં ફરી અહીં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ કોવિડ કેર અને હેલ્થ સેન્ટરમાં કાર્યરત ડૉકટર્સ અને પેરામેડીકલ સ્ટાફથી સીધો સંવાદ કરી તેમને પ્રોત્સાહન પુરૂં પાડયું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે મહાનુભાવોને શાબ્દિક આવકાર આપી કોવિડ કેર અને હેલ્થ સેન્ટર શરૂ કરવાનો આશય સ્પષ્ટ કરી આ સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતે જાણકારી આપી હતી.
૧૦૦ બેડના આ કોવિડ કેર અને હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન કો-મશીનની સુવિધાની સાથે ફ્લુ ઓ.પી.ડી રૂમ અને આર.ટી.પી.સી.આર રૂમની સુવિધા શરૂ કરવામાં આવી છે. કોવિડ કેર અને હેલ્થ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ રાઠવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ.ગાવિત, પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, નાયબ પશુપાલન નિયામક ધવલભાઇ, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અન્ય અધિકારી કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ગુજરાત ૭૪ ટકા ઘન કચરાના નિકાલ સાથે દેશમાં બીજા ક્રમે

aapnugujarat

कांग्रेस ने नर्मदा योजना को रोकने का ही काम किया है : अमित शाह

aapnugujarat

मणिनगर क्षेत्र में विद्यार्थियों के साथ मारपीट करके सोने की चेइन की लूट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1