Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ એલસીબીએ ઘરફોડ ઝડપ્યો

પંચમહાલ એલસીબીને બાતમી મળી હતી કે મુનાવર ઉર્ફે મુન્નો યુસુફ મીઠા (રહે. ગોધરા) પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં એલ.સી.ડી. ટીવી તથા મોબાઇલ ફોનો કોઇક જગ્યાએથી ચોરી કે છળકપટ કરી મેળવી લાવી સંતાડી રાખેલ છે તેવી મળેલી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે ગોધરા ઇટલીનીવાડી દારૂ સલામ મસ્જીદ પાસે રહેતા મુનાવર ઉર્ફે મુન્નો યુસુફ મીઠાના ઘરે તપાસ કરતા મુનાવર ઉર્ફે મુન્નો યુસુફ મીઠા મળી આવતા તેને સાથે રાખી તેના ઘરની જડતી તપાસ કરતા તેના ઘરમાંથી (૧) એલ.સી.ડી. ટીવી (ર) એલ.ઇ.ડી. મોનીટર (૩) કાર્ડ સ્વાઇપ ડીવાઇસ (૪) યુ.પી.એસ. (૫) મોબાઇલ ફોન નંગ- ૨૦ મળી કુલ કિ.રૂ. ૪૨,૫૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પકડાયેલા શખ્સની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે તથા હાલમાં નહી પકડાયેલ શેહજાદ ફઝલ હયાત (રહે. ઇટલી)ની વાડી દારૂ સલામ મસ્જીદ પાસે ગોધરા બંને જણા ભેગા મળી ઓપ્ટરા કાર લઇને શહેરા નજીક હાસેલાવ ચોકડી પાસે આવેલ બે દુકાનના તાળા તોડી ઉપરોકત મુદ્દામાલની ચોરી કરેલાની કબુલાત કરતા શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો ડીટેકટ થયો હતો. વધુમાં આ આરોપી વોન્ટેડ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
( અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

Gujarat govt to launches Deendayal Clinics in slums of urban and semi-urban areas : Dy CM Patel

editor

મા બહુચરાજીને અર્પણ થયેલા ફૂલોમાંથી બનશે ખાતર, ખેતરમાં પાકશે સોનારૂપી પાક!

aapnugujarat

કપરાડામાં ૨૦૦ પરિવારે ખ્રિસ્તી ધર્મ છોડ્યો, કંઠી ધારણ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1