Aapnu Gujarat
ગુજરાત

મુખ્યપ્રધાન રૂપાણીનો મહત્વનો નિર્ણય, ભાડૂઆતો બનશે માલિક

રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકાના બધા જ ઝોનમાં આવેલી ૪ હજારથી વધુ ભાડા પટ્ટાની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસરના માલિક બનશે.
નોંધપાત્ર છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાડા પટ્ટાની મિલકતોના નિરાશ્રિતોને છૂટક જમીનોના કાયદેસરના લાંબા ગાળાના માલિકી હક ભાડા પટ્ટે આપવાનો નિર્ણય કર્યો છે.
સરકારના આ નિર્ણયથી છેલ્લા ૪૫ વર્ષથી અનિર્ણિત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલાઇ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ ભાડા પટ્ટે રહેતા લોકો માટે સૌથી મોટો નિર્ણય લીધો છે.
નોંધપાત્ર છે કે લાંબા ગાળાના માલિકી હક્ક ભાડા પટ્ટે આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગરના બધા જ ઝોનમાં આવેલી ૪૦૦૦ થી વધુ ભાડા પટ્ટા ની દુકાનો/ગોડાઉનો/જમીનો /નિર્વાસીતો ની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે
નિર્વાસીત મિલ્કત ધારકો -દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન આગવી નિર્ણાયકતાથી હલ
સાડા ચાર દાયકા-૪પ વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારો ને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબા ગાળા ના માલિકી હક્ક ભાડા પટ્ટે આપવાનો મુખ્યમંત્રીનો સંવેદના સ્પર્શી નિર્ણાયક અભિગમ
મુખ્યમંત્રીના આ સંવેદનાસ્પર્શી નિર્ણયને પગલે હવે, મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે

Related posts

જાણો સી-પ્લેનની શું છે વિશેષતાઓ ! શું છે ઈતિહાસ !

editor

१०८ एम्ब्युलन्स वटवा के पास हुए गड्ढे में फंसने से सनसनी

aapnugujarat

અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયાર

editor

Leave a Comment

UA-96247877-1