Aapnu Gujarat
રાષ્ટ્રીય

સપ્ટેમ્બરમાં ૧૨ દિવસ બંધ રહેશે બેંકો

બે દિવસ બાદ સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે. આ મહિનામાં અનેક તહેવારો છે, જેના કારણે બેંકની સાથે અનેક શાસકીય કાર્યાલય પણ બંધ રહે છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં ૧૨ દિવસ બેંકો બંધ રહેશે. એવામાં જો તમે કોઈ બેન્કિંગ કાર્ય બેંકની બ્રાન્ચમાં જઈને કરવાનું આયોજન કરી રહ્યા છો તો એ ચોક્કસ જાણી લેવું જોઈએકે તે દિવસે બેંકમાં રજા તો નથી ને.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દિશા-નિર્દશ અનુસાર દેશમાં કાર્યરત બેંક રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે, સાથોસાથ સપ્ટેમ્બર મહિનામાં વધારાની રજાઓ પણ છે અને કેટલાક ક્ષેત્રીય તહેવારો પણ છે. આ તહેવારો પર દેશના કેટલાક રાજ્યોની બેંકોમાં રજા રહેશે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ૨૦૨૦માં બેંકોની રજાઓની યાદી જાહેર કરી છે. સપ્ટેમ્બરમાં બેંકો અનેક દિવસ બંધ રહેશે. આવો જાણીએ કે સપ્ટેમ્બર મહિનામાં કઈ-કઈ તારીખે બેંકો બંધ રહેવાની છે.
૦૧ સપ્ટેમ્બરઃ સિક્કિમમાં ઓણમના કારણે બેંકો બંધ રહેશે.
૦૨ સપ્ટેમ્બરઃ શ્રી નારાયણ ગુરુ જયંતી ઉજવવામાં આવશે. આ દિવસે ગેંગટોક, કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેંકોમાં રજા રહેશે.
૦૬ સપ્ટેમ્બરઃ રવિવાર હોવાના કારણે તમામ રાજ્યોની બેંકોમાં રજા રહેશે.૧૨ સપ્ટેમ્બરઃ મહિનાનો બીજો શનિવાર હોવાના કારણે આ દિવસે તમામ રાજ્યોની બેંકોમાં રજા રહેશે.
૧૩ સપ્ટેમ્બરઃ રવિવારે પણ તમામ રાજ્યોની બેંકો બંધ રહેશે.
૧૭ સપ્ટેમ્બરઃ મહાલય અમાવસ્યાના કારણે અગરતલા, કોલકાતા અને બેંગલુરુમાં બેંકોની રજા રહેશે.
૨૦ સપ્ટેમ્બરઃ રવિવાર હોવાના કારણે સમગ્ર દેશોની બેંકો બંધ રહેશે.
૨૧ સપ્ટેમ્બરઃ શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ છે. આ દિવસે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેંકોની રજા રહેશે.
૨૩ સપ્ટેમ્બરઃ હરિયાણા હીરોઝ શહાદત દિવસના પ્રસંગે હરિયાણામાં બેંકોમાં રજા રહેશે.
૨૬ સપ્ટેમ્બરઃ મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશની બેંકોમાં રજા રહેશે.
૨૭ સપ્ટેમ્બરઃ રવિવારે પણ તમામ રાજ્યોની બેંકોમાં રજા રહેશે.
૨૮ સપ્ટેમ્બરઃ સરદાર ભગતસિંહ જયંતી હોવાના કારણે પંજાબની અનેક બેંકોમાં રજા રહેશે.

Related posts

प्रधानमंत्री मोदी ने गुरु गोविंद सिंह की जयंती पर उन्हें किया नमन

editor

ચંદ્રશેખર રાવ તેલંગણાને બંગાળ બનાવવા ઈચ્છે છે : Amit Shah

aapnugujarat

કોંગ્રેસ સત્તામાં આવશે તો અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરશે : હરીશ રાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1