Aapnu Gujarat
ગુજરાત

અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયાર

અરવલ્લી થી અમારા સંવાદદાતા સતીષ સોલંકી જણાવે છે કે, વાવાઝેાડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની બેઠક જિલ્લા સમાહર્તા શ્રી અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
જેમાં દરેક તાલુકાના તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર ધ્વારા ,શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ચીફ ઓફિસર ધ્વારા અને વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ટીડીઓ ધ્વારા ઓનલાઈન અપડેટ કરવાની કામગીરી હાથ ધરવા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું. જેમાં જીલ્લા ના દરેક વિભાગોના ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા ભાર આપ્યો હતો.
બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ ધ્વારા વાયરલેસ થી દર બે કલાકે સ્થિતિ ની જાણકારી આપવા અને તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ કોઝ વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું હતું
તેમણે મામલતદારોને દરેક ગામોની અગત્યના વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવામાં અને જીલ્લા મત્સ્યઉદ્યોગ વિભાગ તાલુકા મામલતદાર ને બોટો અંગેની અધતન માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું
જિલ્લાના તમામ તાલુકાઓમાં તથા જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ કરવા ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું જ્યાં નદી કિનારાના ગામો ,તરવૈયાનું લીસ્ટ ,પ્લાન ની નકલ ,સાધનો ની વિગત સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હોય તે જરૂરી ગણાવ્યું હતું
અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં તાલુકા વાઈઝ નુકશાન સર્વેની ટીમો ની રચના થાય અને દરેક નગરપાલિકા ફાયર બ્રિગેડ ધ્વારા આપ્દામીત્રો ને સાથે રાખી ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. જયારે ચોમાસા પહેલા દરેક તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓને સતર્કતા દાખવાની કામગીરી કરવા જણાવ્યું હતું
બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, તમામ મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

सोला सीविल से मायाबहन सीधे अस्पताल गई और दोपहर तक वहीं थे : मायाबहन के पति डॉ. सुरेन्द्रभाई की गवाही में महत्वपूर्ण खुलासा

aapnugujarat

અમદાવાદમાં ૩૦ કરોડના ખર્ચે છ ફલાય ઓવર બનશે

aapnugujarat

वेजलपुर के सार्वजनिक गरबा महोत्सव में मुख्यमंत्री हुए सहभागी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1