Aapnu Gujarat
ગુજરાત

ભુજ શહેરમાં આગામી તા.૧૩/૮ થી ૧૬/૮ નાં યોજાનાર શિતળા સાતમ તથા જન્‍માષ્‍ટમીના મેળા પ્રસંગે ટ્રાફિક નિયમન માટે જાહેરનામું જારી કરાયું

ભુજ શહેર મધ્‍યે આગામી તા.૧૩/૮/૨૦૧૭ થી ૧૬/૮/૨૦૧૬નાં શિતળા સાતમ તથા જન્‍માષ્‍ટમીના તહેવારો પ્રસંગે હમીરસર તળાવ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો યોજવામાં આવનાર છે. જેનાં અનુસંધાને કાયદો અને વ્‍યવસ્‍થા તેમજ વાહન વ્‍યવહાર જાળવવાનાં હેતુસર આ મેળાનાં પ્રસંગે વાહન વ્‍યવહારનું નિયમન કરવાનું જરૂરી જણાય છે. જેથી કચ્‍છના અધિક જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ડી.આર.પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧નાં મુંબઇના ૨૨ માંની કલમ ૩૩ (૧) (બી) અન્‍વયે મળેલ અધિકારની રૂએ તા.૧૩/૮/૨૦૧૭ના સવારના ૬ વાગ્‍યાથી તા.૧૬/૮/૨૦૧૭નાં રાત્રિનાં ૨૩ કલાક સુધી નીચે અનુસૂચિમાં જણાવેલ ભુજ શહેરના રસ્‍તા ઉપરોકત તારીખે અને સમયે વાહન વ્‍યવહાર માટે સદંતર બંધ રાખવા ફરમાવેલ છે. અનુસૂચિ મુજબ ભુજ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન તરફથી આવતા તમામ વાહનો મ્‍યુઝિયમ તરફ નહીં જઇ શકે, પરંતુ કોર્ટ સર્કલ પાસેથી જયુબીલી સર્કલ તરફ જઇ શકશે. ભુજ શહેરમાંથી મહાદેવ નાકા તરફ આવતાં વાહનો હમીરસર તળાવ તરફ નહીં આવી શકે, પરંતુ જુની મામલતદાર કચેરી પાસેથી જિલ્‍લા પંચાયત રોડ તરફ જઇ શકશે. જિલ્‍લા પંચાયત કચેરી તથા એસ.ટી.સ્‍ટેશન તરફથી આવતા વાહનો હમીરસર તળાવ તરફ આવી શકશે નહીં, પરંતુ જુની મામલતદાર કચેરી રોડ તરફથી જઇ શકશે. પાટવાડી નાકા, શરદ બાગ તરફથી આવતા તમામ વાહનો ખેંગાર પાર્ક તરફથી ગાયત્રી મંદિર થઇ સંસ્‍કારનગર તરફ જતા માર્ગેથી જઇ આવી શકશે. પણ ખેંગારપાર્કથી આગળ આવી શકશે નહીં. ઉમેદનગર કોલોની તરફથી આવતાં વાહનો રાજેન્‍દ્ર બાગ તરફ આવી શકશે નહીં, પરંતુ ગાયત્રી મંદિર રસ્‍તે પરત આવી જઇ શકશે. લેકવ્‍યૂ હોટેલ પાસે થઇ ઉમેદનગર તરફ જતો રોડ બંધ કરવાનો રહેશે. ઉપરોકત જાહેરનામાથી પોલીસ ખાતાનાં તથા અન્‍ય સરકારી ફરજ પરનાં વાહનો, પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્‍થળ પરના સહાયક અધિક્ષક દ્વારા અધિકૃત કરેલાં વાહનોને મૂકિત આપવામાં આવે છે.

Related posts

રાણાવાવમાં ગટરનું પાણી નદીમાં છોડાતા માછલીઓનાં મોત

aapnugujarat

દેવ દરબાર જાગીર મઠ ખાતે દશેરા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

અમદાવાદ પશ્ચિમ ઝોન : ૭૫૦ કરોડના રોડના કામોનો હિસાબ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1