Aapnu Gujarat
ગુજરાત

દેવ દરબાર જાગીર મઠ ખાતે દશેરા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

નવરાત્રી પર્વ એટલે શક્તિની આરાધનાનો પર્વ વિશ્વમાં ક્યાંય આવું પર્વ ઉજવાતું નથી. ભારતમાં શક્તિ પર્વ વિવિધ રીતે ઉજવાય છે. નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો, વિશેષ કરીને જાગીરદાર રાજપુત સમાજ શક્તિનો ઉપાસક હોવાથી માતાજીની ઉપાસના કરી ધન્યાતા અનુભવે છે.
ભારતીય સંસ્કૃતિમાં જાગીરદાર રાજપુત સમાજ શુરવીરતાનો પૂજક છે. જાગીરદાર રાજપૂત સમાજના લોહીમાં પવિત્ર વીરતા પ્રગટ રહે તે માટે જાગીરદાર રાજપૂત સમાજ માટે દશેરાનું મહત્વ અનેરૂ છે. દશેરાનો ઉતસ્વ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય છે.નવરાત્રીના નવ દિવસોમાં મા જગદંબાની ઉપાસના કરી દશેરાના દિવસે જાગીરદાર રાજપૂત સમાજ અસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્રની માતાજીની સાક્ષીએ પૂજનવિધિ કરી વિજય માટે શુભકામનાઓ મેળવે છે.
કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપુત સમાજના શુભચિંતક વડીલો, આગેવાનો તથા યુવાનો વિશાળ સંખ્યામાં જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી દેવદરબાર જાગીર મઠ ખાતે શ્રી ઓગડનાથજીની પવિત્ર પ્રેરણા સ્ત્રોત પાવન ભૂમિમાં પરમપૂજ્ય મહંતશ્રી ૧૦૦૮ બળદેવનાથજી ગુરૂ વસંતનાથજીના સાંનિધ્યમાં બપોરે ૧૨ઃ૩૯ વિજય મુહુર્તમાં શસ્ત્ર પુજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ફાળો આપનારનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળાઓએ તલવાર રાસ રમ્યો હતો જે જોઈને ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. કાંકરેજમાંથી મોટી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે કિતિંસિંહ વાઘેલા કાંકરેજ ધારાસભ્ય, ભારતસિંહ ભટ્ટેસરીયા, સુખદેવસિંહ સોઢા, માનસિંહબાપુ દિયોદરથી તેમજ રાજપુત યુવા સંગઠનના તમામ સહિત રાજપુત સમાજમાંથી રાજકીય તેમજ આગેવાનો વડીલો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલઃ મોહંમદ ઉકાણી,બનાસકાંઠા)

Related posts

ભાજપ વિરૂદ્ધ ચૂંટણીમાં ખેડૂતોની નારાજગી દેખાઈ

aapnugujarat

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખેરાલુ અને ડાકોર નગરપાલિકા વોર્ડની રચના, સીમાંકન અને બેઠકની ફાળવણીના પ્રાથમિક આદેશ કરાયા

aapnugujarat

જીએસટી : સુરતમાં પોલીસ ચોકી ઉપર પથ્થરમારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1