Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખેરાલુ અને ડાકોર નગરપાલિકા વોર્ડની રચના, સીમાંકન અને બેઠકની ફાળવણીના પ્રાથમિક આદેશ કરાયા

રાજ્ય ચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા મહેસાણા જિલ્લાની ખેરાલુ નગરપાલિકા અને ખેડા જિલ્લાની ડાકોર નગરપાલિકા વોર્ડની રચના, સીમાંકન તથા બેઠકની ફાળવણીનો પ્રાથમિક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમામ પાસાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી સંબંધિત નગરપાલિકાનું સંલગ્ન અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ વોર્ડની રચના સીમાંકન નિર્ધારીત કરવામાં આવ્યું છે. તેમજ અન્ય અનુસૂચિમાં જણાવ્યા પ્રમાણે વોર્ડવાર બેઠકોની ફાળવણી કરવાનું નિર્ધારીત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિ તથા પછાત વર્ગ (તે પૈકી સ્ત્રી અનામત બેઠક સહિતની) માટેની બેઠકોની ફાળવણી કર્યા પછી સ્ત્રી અનામત બેઠક અને બાકી રહેતી બેઠક બીન અનામત તરીકે ફાળવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણના આગવા અભિગમ સ્વરૂપે ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં કરેલા સુધારા અન્વયે નગરપાલિકામાં ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

આ પ્રાથમિક આદેશમાં વોર્ડની હદરેખા નક્કી કરવામાં આવી છે અને તે મુજબ બેઠકોની ફાળવણી માટે જે નિર્ણય કરેલ છે તે પ્રસિદ્ધ કરાયો છે અને તે સામે કોઇપણ નાગરિક કે જાહેર જનતાને સલાહ સૂચનો કરવાના હોય તો તે આદેશ પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં રાજ્ય ચૂંટણી આયોગ, બ્લોક નં.૯, છઠ્ઠો માળ, નવા સચિવાલય, ગાંધીનગર તેમજ તેની એક નકલ સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર અને કલેક્ટરશ્રીને મોકલી આપવાની રહેશે, તેમ રાજ્ય ચૂંટણી આયોગના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

પદ્મવાત : શહેરમાં આગચંપી-તોડફોડ કરવા માટે ષડયંત્ર સાણંદમાં રચાયું હતું

aapnugujarat

गुजरात में 1.51 लाख कोरोना संक्रमित

editor

१८ किमी के समग्र रूट पर रथयात्रा का रिहर्सल हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1