Aapnu Gujarat
ગુજરાત

ભાજપ વિરૂદ્ધ ચૂંટણીમાં ખેડૂતોની નારાજગી દેખાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા છે તેનાથી શાસક ભાજપની સામે ખેડૂતોએ નારાજગીના બિયા બોઈ નાખ્યા છે. જુદા જુદા પાક સાથે જોડાયેલા ખેડૂતોની નારાજગી ચૂંટણી પરિણામમાં સ્પષ્ટપણે ઉભરીને સપાટી ઉપર આવી છે. રાજકોટ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, પોરબંદર, કચ્છ, સુરેન્દ્રનગર અનએ બોટાદમાં મગફળી અને કપાસની વાવણી મોટાભાગે થાય છે. આ જિલ્લાઓમાં મગફળીની વાવણીનો આંકડો વધ્યો છે. આ તમામ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસે જીતેલી સીટો પરથી ચિત્ર સ્પષ્ટ થઇ જાય છે. ૯મી ડિસેમ્બરના દિવસે સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં ખેડૂતોએ ભાજપની સામે જોરદારરીતે તેમની નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપને મોટો ફટકો પડ્યો છે. ખેડૂત સમુદાય તરફથી ભાજપને માત્ર ૧૬ અને કોંગ્રેસને ૨૯ સીટ મળી હતી. રાજકોટમાં ભાજપને ત્રણ અને કોંગ્રેસને બે સીટો મળી છે. ભાવનગરમાં ભાજપને ચાર અને કોંગ્રેસને એક સીટ મળી છે. જામનગરમાં કોંગ્રેસને ત્રણ, અમરેલીમાં કોંગ્રેસને પાંચ, ગીરસોમનાથમાં ચાર, મોરબીમાં ત્રણ અને સુરેન્દ્રનગરમાં ચાર સીટો મળી છે જે દર્શાવે છે કે, ખેડૂત સમુદાય કોંગ્રેસ તરફથી સંતુષ્ટ છે. ભાજપ તરફથી નારાજ દેખાઈ રહ્યા છે. ભાજપને અમરેલી, જુનાગઢ, મોરબી અને ગીરસોમનાથના ચાર જિલ્લામાં ૧૭ પૈકી માત્ર એક સીટ મળી છે. છેલ્લા ત્રણ વર્ષથી મગફળી અને કપાસના ખેડૂતો એમએસપીને લઇને નાખુશ થયેલા છે. તેમની ચિંતા સતત વધી રહી છે. એમએસપીને લઇને સરકાર સમક્ષ વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. આ વર્ષે ગુજરાતતમાં ૩૧.૪૫ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. ખેડૂતોની ચિંતા કપાસને લઇને પણ રહી છે. ખેડૂત સમુદાય તરફથી ચૂંટણીમાં જોરદારરીતે નારાજગી રજૂ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ રાજ્ય સરકાર અને અન્ય આંકડાઓ પરથી જાણવા મળે છે કે, ગુજરાતમાં ૨૦૦૩-૨૦૧૨ વચ્ચેના ગાળામાં ૭૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે ૨૦૧૩-૨૦૧૫ વચ્ચેના ગાળામાં ૮૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આ વર્ષે ૧૨ ખેડૂતો જીવન ટુંકાવી ચુક્યા છે. અહેવાલમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી ચુકી છે. ખેડૂત સમુદાયને ફરીથી સંતુષ્ટ કરવા માટે ભાજપને ભારે મહેનત કરવી પડી શકે છે. આવનાર સમયમાં તેના માટે આ ચૂંટણી મુશ્કેલી સર્જી શકે છે.

Related posts

મહિસાગરના પુલ પર રેલવે અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મરણ

aapnugujarat

મણિનગરમાં બાઇક ચાલકની હડફેટે વૃદ્ધાનું મોત

aapnugujarat

કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકારના ૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજપીપલા ખાતે “સૌનો સાથ સૌનો વિકાસ” સંમેલન યોજાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1