Aapnu Gujarat
ગુજરાત

કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકારના ૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજપીપલા ખાતે “સૌનો સાથ સૌનો વિકાસ” સંમેલન યોજાયું

કેન્દ્ર સરકારને સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાજપીપલા ફોરેસ્ટ ગ્રાઉન્ડ ખાતે ગઇકાલે કેન્દ્રિય કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં કેન્દ્રની ત્રણ વર્ષની સિધ્ધિઓ અને ઉપલબ્ધિઓ સંદર્ભે યોજાયેલા સૌનો સાથ સૌનો વિકાસ” સંમેલન યોજાયું હતું. રાજ્યના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, ભરૂચનાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્યશ્રી રામસિંહભાઇ રાઠવા, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મોતિસિંહ, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ તેમજ જનસમૂહની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા આ સંમેલન ખૂલ્લુ મૂકાયું હતુ.

જનસમૂહને સંબોધતા કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ રચાયેલી સરકારે ત્રણ વર્ષ સફળતાથી પૂર્ણ કર્યા છે, જે એક ગુજરાતી તરીકે આપણા સૌ માટે ગૌરવભરી ઘટના છે. દરેક ભારતીય કેન્દ્ર સરકારની નીતિ રીતિ અને કાર્યપધ્ધતિથી ખુશ છે. તેમણે કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની મજલ દરમિયાન મેળવેલ સિધ્ધિઓ વિશે વર્ણન કરતાં જણાવ્યું હતું કે, કઇ રીતે પ્રમાણિકતા અને નિષ્ઠાથી કાર્ય કરી જનમાનસમાં અનોખું સ્થાન મેળવી શકાય તે આ સરકારે કાર્ય કરી સિધ્ધ કરી બતાવ્યું છે. વડાપ્રધાનશ્રીની માત્ર એક અપીલથી ૧ કરોડ લોકોએ ગેસ સબસીડી છોડીને સરકારના રૂા. ૩૦ હજાર કરોડ બચાવ્યા છે. ગરીબ નાગરિકોને બેકીંગ સાથે સરળતાથી જોડવા માટે જન-ધન યોજના અમલી બનાવી તેમાં ૨૮ કરોડ લોકોએ ઝીરો બેલેન્સથી બેંક ખાતા ખોલાવ્યાં છે અને આ ખાતાઓમાં રૂા. ૪૦ હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. ગરીબ નાગરિકોની અમીરીના કારણે બેંક ખાતાઓમાં નાણાંનો ધોધ વહ્યોં છે. ભૂતકાળની સરકારે ૬૮ વર્ષમાં જે કાર્યો નથી કર્યા તે મોદી સરકારે માત્ર ૩ વર્ષના સમયગાળામાં કરી બતાવ્યા છે. આ મુદ્દે તેમણે નર્મદા ડેમનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, આ પહેલાની સરકાર દ્વારા નર્મદાના દરવાજા લગાડવાની ગુજરાતની માંગણીને અન્યાયી રીતે વર્ષોથી ઠેલાવતી રહી હતી. પરંતુ નવી સરકાર બન્યાના માત્ર ગણતરીના દિવસોમાં જ નર્મદા ડેમના દરવાજા ચડાવવાની મંજુરી વડાપ્રધાનશ્રી મોદીએ આપી દીધી. જો રાજકીય ઇચ્છાશક્તિ હોય તો કશું જ અશક્ય નથી. તેમણે ઉમેર્યું કે, ત્રણ વર્ષ પહેલાં ભારતના ૧૮ હજાર એવા કમનબસીબ ગામડાઓ હતાં કે જેમાં વિજળી કદીયે પહોંચી ન હતી. આ સરકારે તેના ૩ વર્ષના શાસનમાં ૧૮ હજાર પૈકી ૧૫ હજાર ગામડાઓને વિજ સુવિધા આપીને રોશન કર્યા છે. આ વર્ષના અંત સુધીમાં બાકીના ૩ હજાર ગામોને વિજ સુવિધાની ભેટ મળી જશે.

તેમણે ખેડૂતોને તુવેરના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ઉઠાવેલાં પગલાની વાત કરતા જણાવ્યું કે, આ સરકારે તુવેરના યોગ્ય અને પોષણક્ષમ ભાવો ખેડૂતોને આપવા માટે ૫૦ હજાર મેટ્રીક ટન તુવેર ખરીદવાની મંજૂરી આપી છે. ભારતના તમામ લોકોની જે જે આવશ્યકતાઓ હતી તેને પરિપૂર્ણ કરવા ભારત સરકારે તમામ પગલાં લીધા છે. એલ.ઇ.ડી. બલ્બના અભિયાન ઉજાલા યોજના દ્વારા રૂા.૧૨ હજાર કરોડની વીજ બચત થઇ છે. અનેક ટેક્સ માળખાને બદલી એક દેશ એક ટેક્સ” રૂપે જી.એસ.ટી લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર કટિબધ્ધ હોવાનું તેમણે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, વર્ગ- ૩ અને ૪ ની ભરતીમાં ઇન્ટરવ્યુ પ્રથાને સંપૂર્ણપણે નાબુદ કરી યુવાનોને એકસમાન તકો આપી છે. ઉજ્જવલા યોજનાથી ગામડાની ચૂલો ફૂંકતી ધુમાડો ખાતી બહેનોને ગેસ સિલિન્ડરની ભેટ આપી તેમના સંઘર્ષમય જીવનમાં પરિવર્તન આણ્યું છે. આ પ્રકારના જનહિતલક્ષી અનેક પગલાંઓથી દેશ ગૌરવ લઇ શકે તેમવી સ્થિતિનું નિર્માણ થયું છે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. મંત્રીશ્રીએ રાજપીપલાની બે લાભાર્થી બહેનોને ઉજ્જવલા યોજનાની ભેટ સ્વરૂપે સિલિન્ડર અર્પણ કર્યા હતા.

        પ્રારંભમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં. આ પ્રસંગે જિલ્લા અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ, શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ, ઓ.એન.જી.સી.ના અધિકારીશ્રીઓ, નગરવાસીઓ, જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં અંકલેશ્વર ઓ.એન.જી.સીના સિનિયર મેનેજરશ્રી શેખરે આભારદર્શન કર્યું હતુ.

Related posts

AMTS બસ સર્વિસ પર ૨૬.૧૧ અબજનું જંગી દેવું

aapnugujarat

મરડેશ્વર મંદિર ખાતે શ્રીરામ મંદિર નિધી સર્મપણ અભિયાન હેઠળ બેઠક યોજાઈ

editor

મહિલાના એકાઉન્ટ હેક કરી હેકરે ખંડણી માંગતા ચકચાર : સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1