Aapnu Gujarat
ગુજરાત

મ્યુનિ. બોર્ડ બેઠકમાં ભારે હોબાળો થયો : આમને સામને આક્ષેપ

રાજય વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આજે દોઢ માસ બાદ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનર નબળા છે એવો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામા આવતા જ ગૃહમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.સામાસામા રાજકીય આક્ષેપો બાદ મેયરે બોર્ડની કાર્યવાહી ઝડપથી આટોપી લીધી હતી.વિધાનસભાની ચૂંટણી બાદ આજે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભાની શરૂઆત અગાઉ જ શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ ચૂંટણી પરિણામો અંગે કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી.કોંગ્રેસના શાહનવાઝ હુસેને ભાજપને ૧૫૦ને બદલે ૯૯ બેઠક લાવવા બદલ અભિનંદન આપવાની સાથે ખાડિયાની બેઠક ૪૦ વર્ષના રેકોર્ડ તોડીને કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાને મળી એ બદલ કોંગ્રેસને અભિનંદન આપતા અધ્યક્ષસ્થાનેથી મેયર ગૌતમ શાહે કોંગ્રેસને ૧૨૦ને બદલે ૮૦ બેઠકો મેળવવા બદલ અભિનંદન આપતા બંને પક્ષના કોર્પોરેટરો સામાસામા આક્ષેપો પર ઉતરી આવ્યા હતા.ઈકબાલ શેખે તમે વડાપ્રધાન સહિત રાજયોના મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતાર્યા પછી પણ ૧૦૦ બેઠક મેળવી ન શક્યા એવો આક્ષેપ કર્યો હતો.દરમિયાન મેયરે અધ્યક્ષ સ્થાનેથી મ્યુનિસિપલ કોર્પોરેટર ઈમરાન ખેડાવાલા હવે ધારાસભ્ય બન્યા હોઈ તેમને ગૃહના તમામ સભ્યો વતીથી અભિનંદન આપતા ઈમરાન ખેડાવાલાએ પણ સૌનો આભાર માન્યો હતો.દરમિયાન તેણે કહ્યુ કે,ગૃહના બંને પક્ષના કોર્પોરેટરોએ તેને કહ્યુ છે કે,હવે તમે ધારાસભ્ય બન્યા છો તો વિધાનસભામા અમારા પગાર વધારા માટે રજુઆત કરજો તો આ અંગે જે પણ કાર્યવાહી કરવી પડે એ તૈયાર કરાવવા તેણે મેયરને રજુઆત કરી હતી.આજે ઈવીએમનો મુદ્દો પણ ગૃહમાં ચમકતા ભાજપના મયુર દવે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલ વગેરેએ સામે આક્ષેપ કરતા કહ્યુ કે,તમે ખાડિયા અને બાપુનગરની બેઠક ઈવીએમની કૃપાથી જીત્યા છો એવુ કબુલ કરો છો દરમિયાન ગૃહમા થોડાસમય માટે વીજળી ગાયબ થઈ જતા સભ્યોએ જુઓ આ છે વિકાસ એવી કોમેન્ટ પણ કરી હતી.શુન્યકાળમાં વિપક્ષના તૌફિક પઠાણે વી.એસ.હોસ્પિટલમાં બહાર આવેલા પી.એફ.કૌભાંડનો મામલો ઉઠાવી રજુઆત કરી હતી કે,વર્ષ-૨૦૦૪માં ભરતી કરવામા આવેલા કર્મચારીઓના નાણા પી.એફ.ના બદલે ઈપીએફમાં જમા કરાવી દેવામા આવ્યા છે આ મામલે હવે ૧૨ થી ૧૩ કરોડ રૂપિયા પેનલ્ટી ભરવાની થાય છે એ કોણ ભરશે આ રજુઆત સમયે અધ્યક્ષસ્થાનેથી મેયરે આ મામલે તપાસ કરાવવામા આવી રહી છે એમ કહેતા તેમણે કહ્યુ કે,એમ તો બોગસ રસીદકાંડ સહિતના વિવિધ કૌભાંડો મામલે તમે એફઆઈઆર કરાવી છે પણ આજદિન સુધીમાં એક પણ કેસમાં આગળ તપાસ કે કાર્યવાહી કરવામા આવી નથી એનો જવાબ આપશો આ સમયે મયુર દવે બચાવમાં ઉતરી આવતા કહ્યુ કે,તમે પણ વીએસમાં મેડીકલ સ્ટોર્સ અને એમઆરઆઈના કૌભાંડો કર્યા છે અને એમઆરઆઈ સેન્ટરનો કબજો આજે સુપ્રિમ કોર્ટમા જઈએ તો પણ મળી શકે એમ નથી ત્યારે ઉપનેતાએ કહ્યુ કે,એ સમયે એમઆરઆઈ રૂપિયા ૫,૦૦૦માં થતુ હતુ તમે કબજો લઈ લોને.દરમિયાન ઈન્ડિયા કોલોનીના કોગ્રેસના કોર્પોરેટર યોગીએ તેમના વોર્ડમાં મ્યુનિસિપલ કમિશનરને ડ્રેનેજની ફરિયાદો કરવા છતા સમસ્યા ઉકેલાતી ન હોઈ આ કમિશનર નબળા છે એમ કહેતા બંનેપક્ષના કોર્પોરેટરો સામેસામે આવી જતા ભારે હોબાળા બાદ મેયરે ઝડપથી બોર્ડની કાર્યવાહી પુરી કરી હતી.

Related posts

वस्त्राल में कॉर्पोरेशन द्वारा नये रास्ते को १० दिन में फिर खोदने से लोगों में नाराजगी

aapnugujarat

ગુજરાત ચૂંટણીને લઇ એકઝીટ પોલ તારણોને કોંગ્રેસે ફગાવ્યા

aapnugujarat

મને કોઈએ દિલ્હી નથી બોલાવ્યો, ક્ષત્રિય સમાજે મને માફ કર્યો છે : RUPALA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1