Aapnu Gujarat
ગુજરાત

રાણાવાવમાં ગટરનું પાણી નદીમાં છોડાતા માછલીઓનાં મોત

પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકામાં ભુગર્ભ ગટરનાં ગંદા પાણી નદીમાં છોડવામાં આવતાં હજારો માછલાનાં મોત નિપજયાં છે. રાણાવાવનાં હોલેશ્વર મંદિરનાં શ્રદ્ધાળુઓને જાણ થતાં નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી. મંદિર નજીકથી નિકળતી આ નદીમાં ભુગર્ભ ગટરનું પાણી છોડાતા મંદિરનાં પટાંગણમાં બેસવું પણ કઠીન બન્યું હતું. આ પ્રદુષિત પાણીનાં કારણે મોટી સંખ્યામાં માછલાઓ તડફડીયા મારતાં જોવા મળ્યાં હતાં. આ નદી હોલેશ્વર મંદિરની ત્રણેય સાઇટ ઘેરાયેલ છે. જેની દક્ષિણ દિશાની સાઇડમાં ભુગર્ભ ગટરનું પાણી છોડવામાં આવ્યું હતું. આ નદીમાંથી ઘણાં ખેડુતો પાણીનો ઉપયોગ સચાઇ માટે પણ કરતાં હોવાથી આ નદીની વહેલી તકે યોગ્ય સાફ-સફાઇ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. મંદિરનાં શ્રદ્ધાળુઓ દ્વારા એવી માંગ કરી છે કે પ્રદુષિત પાણી નદીમાં છોડવામાં ન આવે.પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકામાં ભુગર્ભ ગટરનાં ગંદા પાણી નદીમાં છોડવામાં આવતાં હજારો માછલાનાં મોત નિપજયાં છે. રાણાવાવનાં હોલેશ્વર મંદિરનાં શ્રદ્ધાળુઓને જાણ થતાં નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી.પ્રદુષિત પાણીનાં કારણે મોટી સંખ્યામાં માછલાઓ તડફડીયા મારતાં જોવા મળ્યાં હતાં.

Related posts

બનાસકાંઠા તાલુકા પંચાયત ચૂંટણી : ભાજપે ૧૩ તો કોંગ્રેસે ત્રણ પર કબજો મેળવ્યો

editor

ओला-उबेर कंपनी के ड्राइवरों ने भाड़ा को लेकर की हड़ताल, नही सुनेगी सरकार तो होगा बड़ा आंदोलन

aapnugujarat

गुजरात उपचुनाव : 3 सीटों पर बीजेपी की स्थिति खराब

editor

Leave a Comment

UA-96247877-1